- મુખ્યપ્રધાન રૂપાણીની ચૂંટણી પરિણામોને લઈને ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત
- લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં વધ્યો : વિજય રૂપાણી
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગરિકોને સુરક્ષા સાથે દીપાવલી ઉજવવા શુભેચ્છાઓ પાઠવી
ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં જેડીયુ સાથેનું ભાજપનું ગઠબંધન વિજય તરફ અગ્રેસર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યકરો સાથે આ ઉત્સવમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ વિજયી ભવઃ વિધાનસભાની પેટા ચૂંટણીઓના પરિણામને લઈને CM રૂપાણીની ETV BHARAT સાથે ખાસ વાતચીત... - બિહાર વિધાનસભાની ચૂંટણીઓ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણી માટેની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે. વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામમાં તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસની તમામ મોરચે હાર થઈ છે. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓના પરિણામોને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીત કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો વિજય તે લોકોમાં ભારતીય જનતા પાર્ટીની પહોંચ દર્શાવે છે. બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનું નીતીશકુમારના જેડીયું સાથેનું ગઠબંધન જીતની તરફથી અગ્રેસર છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમિયાન અને તે ઉપરાંત કરેલા કાર્યોને લોકસ્વીકૃતિ મળી છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ચૂક્યા છે અને હવે ભાજપ 2022ના વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરશે.