ગુજરાત

gujarat

ETV Bharat / city

CM વિજય રૂપાણીએ PM મોદીના આર્થિક પેકેજને સમગ્ર ગુજરાત વતી વધાવ્યું, જાણો શું કહ્યું? - corona

સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીથી લડી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ બાકી રહ્યું નથી. સમગ્ર દેશને ફરીથી ઉભો કરવા માટે ગતરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ જાહેર કરેલા આર્થિક પેકેજથી ભારત દેશ મહાસત્તા બનશે તેવી પણ શુભેચ્છાઓ આપી હતી.

CM Vijay Rupani praises PM Modi for his economic package
CM વિજય રૂપાણીએ PM મોદીના આર્થિક પેકેજને ગુજરાત વતી વધાવ્યું

By

Published : May 13, 2020, 11:23 PM IST

ગાંધીનગર : સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીથી લડી રહ્યું છે ત્યારે ગુજરાત પણ બાકી રહ્યું નથી. સમગ્ર દેશને ફરીથી ઉભો કરવા માટે ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેટની જાહેરાત કરી હતી. જેને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ જાહેર કરેલા આર્થિક પેકેજથી ભારત દેશ મહાસત્તા બનશે તેવી પણ શુભેચ્છાઓ આપી હતી.

વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે, દેશને મહાસત્તા બનાવવા માટે જે આર્થિક પેકેજ આપ્યું તે બદલ ગુજરાતની જનતાવતી આભાર. વડાપ્રધાનના દ્રષ્ટિકોણમાં ગરીબ મધ્યમ વર્ગ, નાના ઉદ્યોગો, નાના વેપારીઓ, મોટા ઉદ્યોગો, મોટા વેપારીઓ તમામ લોકોને સ્પર્શ કરતું અને ભૂતકાળમાં કોઈ દિવસ આપ્યું ન હોય તેવું મોટું પેકેજ ભારતની જીડીપીના 10 ટકાનું આ મોટું આર્થિક પેકેજ એક ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે.

CM વિજય રૂપાણીએ PM મોદીના આર્થિક પેકેજને ગુજરાત વતી વધાવ્યું
આ ઉપરાંત દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાબતે રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને કોરોનાના કારણે નુકસાન થયું છે, ત્યારે તેમના માટે પણ 3 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમને લૉન આપવામાં આવશે 4 વર્ષ સુધીની અવધિ માફ કરવામાં આવશે. તે હવે એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોને પગભર કરવામાં મદદ થશે. જ્યારે 200 કરોડ સુધીના ઓર્ડર પણ ભારતીય કંપનીઓને મળે તેવા નિયમોથી દેશની જનતાને રોજગારી આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, જ્યારે 15,000 સુધીના વેતન ધરાવતા કર્મચારીઓની ઇ.પી.એફ. કેન્દ્ર સરકાર ભરશે. જેથી નાના કર્મચારીઓની છટણી ન થાય તે માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશની વીજળી ઉત્પાદક કંપનીઓને 90 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તે વીજ કંપનીઓને નવું જીવનદાન મળી રહેશે. કન્સ્ટ્રકશન કંપનીઓને 6 મહિનાની મુદ્દત વધારી છે, તેનાથી મદદ રૂપ બનશે.ટીડીએસમાં 25 ટકા કર રાહત આપવામાં આવી છે. તે પણ લોકો માટે ઉપયોગી બનશે. જ્યારે ઇન્કમટેક્ષ ભરવા માટેની મુદતમાં પણ કેન્દ્ર સરકારે 31 ઓક્ટોબર સુધીનો જે વધારો કરવામાં આવ્યો છે, તે પણ લોકો માટે લાભદાયક નીવડશે.
તેમણે કહ્યું કે,લોકડાઉનના કારણે થયેલા આર્થિક નુકસાન અને એકાઉન્ટ મેન્ટેન ન થયું હોય તો 31 ઓક્ટોબર સુધી ઓડિટ કરી શકશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે આર્થિક બજેટ બહાર પાડવામાં આવ્યું છે અને આજે દેશના નાણાંપ્રધાને જાહેરાત કરી છે, તે આત્મનિર્ભર-સ્વનિર્ભર બનવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે સુરક્ષા દળના જે છે તેમાં ફક્ત સ્વદેશી વસ્તુનું વેચાણ થઈ શકશે, તેનાથી દેશની કંપનીઓને લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details