ગુજરાત

gujarat

ETV Bharat / city

સીએમ રૂપાણીએ નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખ્યો, ભદ્રકાળી મંદિરના દર્શનની પરંપરા જાળવી રાખશે - GANDHINAGAR NEWS

રાજ્યના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષે નાગરિકો સાથે શુભેચ્છાઓની આપ-લે કરતા હતા. રાજ ભવનની અંદર મુખ્ય પ્રધાન તમામ લોકોને રૂબરૂ મળતા હતા. તે સિલસિલો તેમના ગયા બાદ પણ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી દ્વારા ચાલુ રાખવામાં આવ્યો છે, પરંતુ ચાલુ વર્ષે આ પરંપરા તૂટશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના વાઇરસને કારણે તેમનું મિલન સમારોહ રદ કર્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષ નિમિતે યોજાતો મિલન કાર્યક્રમ રાખ્યો મોકૂફ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નવા વર્ષ નિમિતે યોજાતો મિલન કાર્યક્રમ રાખ્યો મોકૂફ

By

Published : Nov 15, 2020, 2:20 PM IST

Updated : Nov 15, 2020, 5:54 PM IST

  • રાજ ભવનની પરંપરા તૂટશે
  • આ વર્ષે નહીં યોજાય નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ
  • મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મિલન કાર્યક્રમ રાખ્યો મોકૂફ
  • કોરોના મહામારીને પગલે કાર્યક્રમ રદ્દ
  • મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નૂતન વર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં પૂજન અર્ચનથી કરશે

ગાંધીનગર: રાજ્યના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષે નાગરિકો સાથે શુભેચ્છાઓની આપ-લે કરતા હતા. રાજ ભવનની અંદર મુખ્ય પ્રધાન તમામ લોકોને રૂબરૂ મળતા હતા. તે સિલસિલો તેમના ગયા બાદ પણ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી દ્વારા ચાલુ રાખવામાં આવ્યો છે, પરંતુ ચાલુ વર્ષે આ પરંપરા તૂટશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના વાઇરસના કારણે તેમનું મિલન સમારોહ રદ કર્યો છે.
નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ

વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના મહામારીની સર્જાયેલી સ્થિતિને ધ્યાને લઇ 16 નવેમ્બરે નૂતનવર્ષ દિન નિમિત્તે નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. નાગરિકોનેે આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સીએમ રૂપાણી નવા વર્ષે પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન કરશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સોમવારે વિક્રમ સંવત 2077ના પ્રથમ દિવસે સવારે 8 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં પૂજા કરશે. ત્યારબાદ સવારે 9 કલાકે અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા જશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન પરંપરાગત રીતે દર વર્ષે નૂતન વર્ષના દિવસે પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન અને પૂજન કરે છે. આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે.

Last Updated : Nov 15, 2020, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details