ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાગ્રસ્ત સરકારી કર્મચારીઓને યોગ્ય સારવાર મળે, CM રૂપાણીની તાકીદ - Appropriate treatment for state government service personnel suffering from coronas

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાઇરસ કોવિડ-19 નિયંત્રણ કામગીરી સાથે સંકળાયેલા અને કોરોનાનો ભોગ બનેલા રાજ્ય સરકારના સેવાકર્મીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે તાકીદ કરી છે.

કોરોનાગ્રસ્ત સરકારી કર્મચારીઓને યોગ્ય સારવાર મળે તે માટે CM રૂપાણીની તાકીદ
કોરોનાગ્રસ્ત સરકારી કર્મચારીઓને યોગ્ય સારવાર મળે તે માટે CM રૂપાણીની તાકીદ

By

Published : Apr 16, 2020, 11:20 PM IST

ગાંધીનગરઃ CM રૂપાણીએ કોરોના વાઇરસના રાજ્યમાં વધેલા સંક્રમણને પગલે જે પોલીસ, આરોગ્ય સેવાઓ, નગરપાલિકા-મહાનગરપાલિકાની સેવાતંત્રોના કર્મીઓ-અધિકારીઓ સહિત રાજ્ય સરકારના જે કર્મયોગીઓ તેમની આ ફરજ દરમિયાન કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા છે. તેમની સારવાર સવિશેષ કાળજી લેવાની સુચનાઓ આપી છે. તેમણે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતીની સમીક્ષા માટે નિયમીત વીડિયો કોન્ફરન્સીંગથી યોજાતી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સુચનાઓ આપી હતી.

કોરોનાગ્રસ્ત સરકારી કર્મચારીઓને યોગ્ય સારવાર મળે તે માટે CM રૂપાણીની તાકીદ

વિજય રૂપાણીએ CM- કોમનમેન તરીકે કોરોના રોગગ્રસ્તો, કવોરેન્ટાઇન થયેલા વ્યક્તિઓ, તબીબો અને આરોગ્ય સેવાકર્મીઓ, સફાઇકર્મીઓ, સરપંચો અને પોલીસ જવાનો સાથે વખતોવખત સંવાદ સાધીને તેમની કાળજી લીધી છે. સ્વાસ્થ્યની ચિંતા કરી છે. તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓના વડીલ સ્વજન તરીકે રાજ્ય સેવાના કોરોનાગ્રસ્ત થયેલા કર્મચારી-અધિકારીઓની સારવાર વિશેષ કાળજી લેવાની સુચનાઓ આપી છે.

ABOUT THE AUTHOR

...view details