ગુજરાત

gujarat

ETV Bharat / city

CM રૂપાણી હવે શિક્ષકો સાથે કરશે 'મનની મોકળાશ' શિક્ષણ અંગે થશે ચર્ચા - ગાંધીનગર

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોકોને સ્પર્શ થાય તેવી વાતો કરવા અને લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે મનની મોકળાશના કાર્યક્રમનું આયોજન કરે છે. ગત મહિને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વસતા ગરીબ અને ઝુપડપટ્ટી વાસીઓ સાથે મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત વાતો કરી હતી. ત્યારે હવે આ સપ્ટેમ્બર માસમાં રાજ્યના શિક્ષકો સાથે બેસીને તેમની સાથે વાત કરશે.

Gandhinagar

By

Published : Aug 31, 2019, 5:29 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મનની મોકળાશ કાર્યક્રમ થકી લોકોની સમસ્યા અને તેઓને પડતી તકલીફો અને જાણકારી મેળવે છે અને ત્વરિત તેનું નિરાકરણ થાય તે અંગેના પ્રયત્નો કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. જો વાત કરવામાં આવે તો ગત મહિને CM વિજય રૂપાણીએ રાજ્યમાં એકદમ ગરીબ અને ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો સાથે મનની વાત કરી હતી અને તેઓને આશ્વાસન આપ્યું હતું કે, તેઓને પડતી તકલીફોનું જલદીમાં જલદી નિરાકરણ આવે ત્યારે હવે સપ્ટેમ્બર માસમાં તેઓ શિક્ષકો સાથે મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત વાત કરશે.

CM રૂપાણી હવે શિક્ષકો સાથે કરશે મનની મોકળાશ, શીક્ષણ અંગે થશે ચર્ચા

ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને અત્યાર સુધી શાસનમાં પડતી તકલીફો બાળકોના શિક્ષણ અને અન્ય પ્રકારની કઈ રીતેની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણના સ્તરને સુધારવા માટે કઈ રીતના પગલાં આવશ્યક રીતે જરૂરી છે. તે તમામ મુદ્દાઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિક્ષકો સાથે વાત કરશે 5 સપ્ટેમ્બર એટલે કે, શિક્ષક દિનના દિવસે શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવશે.

તેમનું સન્માન કરવામાં આવશે તેવા તમામ શિક્ષકો સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વાત કરશે અને શિક્ષણના સ્તરમાં કઈ રીતનો સુધારો કરી શકાય અને કેવા પગલાં લઇ શકાય તે આયોજન કરવામાં આવશે. આમ હવે શિક્ષકોને કઈ તકલીફ છે તેની સીધી ફરિયાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ ખબર પડશે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતની વાત કરીને સમગ્ર દેશને સંબોધે છે અને નવા નવા સંદેશ આપે છે તેવી જ રીતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી લોકો સાથે વધુમાં ચર્ચા કરીને તેઓની સમસ્યાનું સમાધાન અને મુશ્કેલીઓ અંગે ચર્ચા થાય છે. ત્યારે હવે શિક્ષકદિનના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિક્ષકો સાથે ચર્ચા કરશે અને શિક્ષકોની ભરતી તકલીફો અને સમસ્યાઓ અંગે પોતે માહિતગાર થશે.

ABOUT THE AUTHOR

...view details