ગુજરાત

gujarat

ETV Bharat / city

CM વિજય રૂપાણીએ રામમંદિર શિલાયન્સ લાઈવ નિહાળ્યું, જાણો શું કહ્યું??

આજે 5 ઓગસ્ટ 2020 આજનો દિવસ ઐતિહાસિક છે. આજનો દિવસ હંમેશાને માટે યાદગાર બની રહેશે. રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે આજે ભૂમિપૂજન થયું છે. રામનગરી અયોધ્યાને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રામમંદિરનું ભૂમિપૂજન સીએમ ડેસ્ક બોર્ડ થી લાઈવ નિહાળ્યું હતું.

gujarat cm
gujarat cm

By

Published : Aug 5, 2020, 1:47 PM IST

ગાંધીનગર: ઉત્તરપ્રદેશના અયોધ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ મંદિરના શિલાયન્સ કર્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ સ્થાને રામમંદિરના ભૂમિપૂજનથી અને ભવ્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની નેમ સાકાર થશે, તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકતા અખંડિતતા, સ્વાભિમાન, સંસ્કૃતિ પરંપરા અને માનબિંદૂઓની રક્ષા માટે આ રામમંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ બનશે. અયોધ્યામાં વડાપ્રધાન મોદીના હસ્તે રામમંદિર ભૂમિપૂજનના અવસરને 21મી સદીના ઇતિહાસની સુવર્ણ અક્ષરે લખાનારી ઘટના ગણાવતાં ભારત માતા જગત જનની બને વિશ્વગુરૂબને તે દિશામાં આપણે આગળ વધવાનું છે.

સીએમ વિજય રૂપાણીએ મુખ્યપ્રધાનના નિવાસસ્થાનેથી સી.એમ. ડેશ બોર્ડના માધ્યમથી અયોધ્યા ખાતે રામમંદિર ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું, ત્યારબાદ રૂપાણીએ જણાવ્યું હતું કે, પાંચ સૈકા પછી રામભક્તો માટે રામલલ્લાને એમના જન્મ સ્થાનમાં ભવ્યતા પૂર્વક પૂન:પ્રસ્થાપિત કરવાનો આ સ્વર્ણિમ અવસર છે. પાંચ શતાબ્દી-પાંચસો વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપીને રસ્તો સરળ કરી દેતા રામ મંદિર નિર્માણ થવાનું છે.

આજે 5 ઓગસ્ટ 2020 આજનો દિવસ ઐતિહાસિક છે

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સોગંદ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે’નો નારો આજે ચરિતાર્થ થાય છે. દેશભરમાં આજે દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે. 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પરત પઘાર્યા ત્યારે અવઘપૂરીમાં જે આનંદ ઓચ્છવ હતો તેવો જ ઉમંગ આજે સર્યું નદીના તીરે છલકે છે.

આ સાથે સાથે સમગ્ર દેશમાં જન-જનમાં હૃદયમાં પણ છલકાઇ રહ્યું છે. ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાત અનેક કારસેવકો અને ગુજરાતીઓનું યોગદાન પહેલેથી જ અહેમ ભૂમિકામાં રહ્યું છે. આ રામ મંદિરના નિર્માણમાં જે સરળતાથી સુપ્રીમ કોર્ટમાં ચુકાદાથી આજે જે નિર્ણયથી બધાના સર્વસમિતીથી, શાંતિથી, આનંદથી આ પર્વ અને આજનું ખાતમૂહુર્ત થઇ રહ્યું છે. આ માટે સંપૂર્ણ યશના ભાગીદાર ગુજરાતના બે સપૂત નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ નિમિત બન્યા છે.

  • 1989ની 16મી ઓગસ્ટે રક્ષાબંધના પવિત્ર તહેવારે રામ મંદિર માટેની પહેલ ઇંટનું પૂજન બી.એ.પી.એસ.ના વડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું.
  • દેશભરમાં સપ્ટેમ્બર 1989થી રામ મંદિરના નિર્માણની હજારો-લાખો ઇંટના પૂજનની શરૂઆત થઇ હતી.
  • 1990 સપ્ટેમ્બર મહિનામાં શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજીએ રામ મંદિર નિર્માણની આહલેક સાથે જે દેશવ્યાપી રથયાત્રા શરૂ કરી
  • અયોધ્યા રથયાત્રાનો પ્રારંભ પણ ગુજરાતના સોમનાથ ધામથી શરૂ થયેલી

આ સાથો-સાથ આપણા સૌના લોકપ્રિય અને સવાયા ગુજરાતી સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે રામ જન્મભૂમિના સ્થળે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની મુહિમ ચલાવી છે. આજે આ સંસ્કાર ઉજાગર કરીને શ્રી રામ જન્મભૂમિ સ્થળે મંદિર નિર્માણની પ્રથમ ઇંટ મૂકાઇ રહી છે, ત્યારે ‘પુનિ દેખું અવધપુરી અતિ પાવની, ત્રિવિધ તાપ ભય રોગ નસાવની’ હિન્દુઓના મન મસ્તિષ્કમાં સાકાર થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો ભારતમાં અને વિશ્વમાં કોરોનાની મહામારીનું સંકટ ના હોત તો આ શિલાન્યાસ ઉત્સવ વિશ્વનો સૌથી મોટો ઘાર્મિક મેળાવડો બન્યો હોત એમા કોઇ બે મત નથી.

ABOUT THE AUTHOR

...view details