ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાને લઈ શાળા-કૉલેજો અંગે ચર્ચા કરાશે, લોકડાઉનને લઈ કોઈ નિર્ણય નહીં: CM રૂપાણી - ગાંધીનગર ન્યુઝ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સરકાર ચિંતિત છે તેવો દાવો મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે. કોરોનાના કેસ દરરોજના 1,100ને પાર જતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

CM રૂપાણી
CM રૂપાણી

By

Published : Mar 18, 2021, 3:13 PM IST

Updated : Mar 18, 2021, 6:00 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય
  • કેસ કરતાં 6 ઘણાં બેડ કરાયા છે તૈયાર
  • ગાઈડલાઈનનું પાલન કરાવવા આરોગ્ય વિભાગને અપાઈ સૂચના

ગાંધીનગર:ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગયું આખું વર્ષ આપણે કોરોના સામે જંગ લડી હતી, જનતાએ પૂરેપૂરો સરકારને સાથ આપ્યો હતો પણ ફેબ્રુઆરીમાં ખૂબ ઓછા કેસ થઈ જતા લોકોમાં બેફિકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામા ઢીલાશ આવતા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, હવે ઢીલાશ રાખવામાં નહીં આવે ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈ તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં જેટલા કેસ છે તેના કરતાં છ ગણા બેડ હાલ ગુજરાત રાજ્યમાં તૈયાર કરી દેવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ મળી કુલ 6,000 બેડ તૈયાર છે.

આ પણ વાંચો:જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરાયું

ગુજરાતમાં RT-PCR ટેસ્ટ પણ વધારવામાં આવશે

ગુજરાતમાં દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેને લઇને ગુજરાતમાં RT-PCR પણ વધારવામાં આવે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. હાલ ગુજરાતમાં દરરોજના 60 હજારનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગને વધુ સઘન બનાવવામાં આવશે. નિયમોના પાલન માટે કડક પગલાં લેવામાં આવશે સાથે જ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.

લૉકડાઉન જેવી કોઈ વાત નથી, શાળા કૉલેજો અંગે આજે બેઠક કરી નિર્ણય કરીશું - CM

રાજ્યમાં લોકડાઉનની કોઈ વાત અત્યારે રહેતી જ નથી અને ભૂતકાળમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું જે પરિસ્થિતિનો સામનો સામાન્ય તથા ગુજરાતના તમામ લોકોએ કર્યો છે. તે ફરી વખત રિપીટ ન થાય તે માટે થઇને સરકાર તમામ પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ શાળા-કૉલેજોને લઈને સરકાર દ્વારા ગુરુવારે એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં વર્ગો ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે બેઠકમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે. પરીક્ષા રદ કરવા અંગે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જે પણ નિર્ણય કરવામાં આવશે તે વિદ્યાર્થીઓના હિતમાં અને કોરોનાના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને જ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ જનતાને આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:CM રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Last Updated : Mar 18, 2021, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details