ગાંધીનગરઃ એક કાર્યક્રમમાં CM રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વભરમાં કોરોના વાયરસનો રોગ વકરી રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ આરોગ્ય વિભાગ સતર્ત થઈ ગયું છે. રાજ્યના તમામ જિલ્લાની હોસ્પિટલોમાં બેજ હોસ્પિટલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યંત સુવિધાઓ સાથે અલગ વોર્ડ રાખવાના આદેશ કરાયા છે.
રાજ્યમાં હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી: CM રૂપાણી - ગાંધીનગર તાજા ખબર
એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાયો નથી. આ રોગ સામે લડવા માટે રાજ્ય સરકાર સતર્ક અને સજ્જ છે.
ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક અને પૂરતી દવાઓ સાથે સજ્જ છે. રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, છતાં રાજ્ય સરકારે આ રોગના સંભવિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થાઓ કરી છે. દેશમાં કોરોના દર્દીની સંખ્યા 29ને પાર પહોંચી છે અને ગુજરાતમાં 5 લોકો શંકાસ્પદ જોવા મળે છે, જ્યારે એકનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. સરકાર દ્વારા સતર્કતાના ભાગરૂપે અમદાવાદ અને સુરતમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવે છે.
વિજય રૂપાણીએ જનતાને તકેદારી રાખવાના અનુરોધ કરતાં જણાવ્યું કે, તમામ નાગરિકો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. એટલું જ નહીં બીમારી કે અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક સારવાર કરાવી રાજ્ય સરકારની ફ્રી હેલ્પ લાઇન 104ની પણ મદદ લઈ શકે છે. કોરોના વાયરસ રાજ્યમાં ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગ પૂરતી દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે સતર્ક છે.