- તૌકતેે વાવઝોડાના કારણે થયેલા નુકસાન બાબતે મુખ્યપ્રધાનની બેઠક
- વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયું હતું મોટું નુકસાન
- રાજ્ય સરકારે બાગાયતી પાકના સર્વે માટે આપી હતી કૃષિ વિજ્ઞાનિકોને જવાબદારી
ગાંધીનગર:ગુજરાતમાં 17 અને 18 મેના રોજ દરિયાકિનારે ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ત્યારે, સૌથી વધુ નુકસાન બાગાયતી પાકમાં જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી અને કૃષિ સંલગ્ન વૈજ્ઞાનિકોને સર્વેની જવાબદારી સોંપી હતી. આ તકે, ફરીથી વહેલી તકે બાગાયતીના વૃક્ષો ઝડપથી કઈ રીતે ઉભા થઇ શકે તે બાબતે 8 દિવસ માટે ફિલ્ડમાં કામની સોંપણી કરી હતી. ત્યારે, સોમવારે વૈજ્ઞાનિકોએ કરેલા સોધ વર્ગને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર.સી ફળદુની અધ્યક્ષતામાં વૈજ્ઞાનિકોની બેઠક યોજાઇ હતી. જેમાં, બાગાયતી પાકમાં વૈજ્ઞાનિક ઢબે 30 ટકા જેટલું નુકસાન ઓછું કરી શકાય તેવી શક્યતાઓ વૈજ્ઞાનિકોએ દર્શાવી છે.
આ પણ વાંચો:ગુજરાતની 7 યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી
30 ટકા જેટલા વૃક્ષો ફરી ઉગાડી શકાય
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વૈજ્ઞાનિકો સાથેની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિના વૈજ્ઞાનિકોએ 8 દિવસ સુધી ફિલ્ડમાં ખેતરોમાં અને ખેડુતોની સાથે રહીને કામ કર્યું છે. આ ઉપરાંત, સર્વેમાં આશરે 30 ટકાની આસપાસ જેટલા વૃક્ષો ફરીથી એ જ જગ્યા ઉપર વાવી શકાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.