મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી 5 તારીખે રાજ્યના અલગ-અલગ વિષયો અને બાબતોને લઈને મનની મોકળાશ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં તમામ લોકો એટલે કે, એક જ કેટેગરીના અમુક લોકોને બોલાવવામાં આવે છે. જેમાં ગુરૂવારે મનની મોકળાશ કાર્યક્રમ હેઠળ અગરિયા સમાજ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
CM રૂપાણીએ અગરિયાઓની આપવીતી સાંભળી, સરકાર અગરિયાઓ માટે લાવશે યોજના - વિજય રૂપાણી
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિવિધ વિચરતી જાતિ અને વિષય વસ્તુઓ લઈને મનનીૃ- મોકળાશ કાર્યક્રમ હેઠળ લોકોની વાતો સાંભળતા હોય છે. જેમાં ગુરૂવારે રાજ્યના અગરિયાઓ સાથે મનની મોકળાશ કાર્યક્રમ યોજાયો હતો.
અગિયારા સમાજને લગતી તમામ સમસ્યાઓ અને નિવારણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ અંગે ખાસ આયોજન કરવાનું કરવાનું કહેવામાં આવ્યું હતું. અગરિયાઓની ફરિયાદ મુજબ અનેક ગામમાં શિક્ષણ અને પર્યાપ્ત ધન પ્રાપ્ત થતું નથી. જ્યારે શિક્ષણ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ સુધારો થાય તે અંગેની પણ રજૂઆત અગરિયા સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેની CM દ્વારા ખાસ નોંધ લઇ આગામી સમયમાં સરકારી કામકાજ થાય તે અંગેનો વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો.
શિક્ષકો, દિવ્યાંગ બાળકો, આદિજાતિ તથા રાજ્યના ઝૂંપડપટ્ટીઓમાં રહેતા નિવાસીઓ સાથે અગાઉ કાર્યક્રમ યોજાયો હતા. જ્યારે ગુરૂવારે અગરિયા સાથે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કુલ સાત જિલ્લામાંથી 70 જેટલા અગરિયાઓ સાથે મુખ્યપ્રધાને ચર્ચા કરી હતી.