ગાંધીનગર: રાજ્યમાં દિવસેને દિવસે કોવિડ-19ના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હવે કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, હવે તમામ લોકોએ કોરોના વાઈરસ સાથે જ રહેવું પડશે. રાજ્યમાં હું પણ કોરોના વોરિયર" અભિયાન સીએમ રૂપાણીએ લોન્ચ કર્યું હતું. જે 21થી 27 મે સુધી ચાલશે. જેમાં આજે સીએમ રૂપાણી પૂજ્ય મોરારી બાપુ સાથે સંવાદ કરીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યપ્રીતની ભાવના રાખીને ગુજરાત જલદી કોરોના મુક્ત થાય: મોરારી બાપુ - હું પણ કોરોના વોરિયર
રાજ્યમાં હું પણ કોરોના વોરિયર" અભિયાનની શરૂઆત સીએમ રૂપાણીએ કથાકાર મોરારી બાપુ સાથે સંવાદ કર્યો હતો.
મોરારીબાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વ સાથે આપણે પણ મહામારીમાં છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતપોતાની સમજણ શક્તિથી લોકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રયત્નશીલ છે. ગુજરાતની રૂપાણી સરકાર પોતાની સમજ ક્ષમતા પ્રમાણે કાર્યરત છે. આ સંકટની ઘડીમાં સુરક્ષા કર્મચારી, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ સહિત તમામ લોકો સેવામાં લાગ્યા છે. આ સાથે વિભિન્ન રાજ્યોના ફસાયેલા લોકોને પણ પોતાના વતને મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે આ લડાઈ આપણે એકબીજા સાથે હળી-મળીને લડવાની છે.
કોરોનાની મહામારીનો જે આજનો સમય છે, તેમાં મતભેદ હોઈ શકે વિચાર ભેદ હોઈ શકે, ત્યારે એકબીજાને સુજાવ આપીને નિર્ણય કરવો જોઈએ અને આ મહામારીમાંથી બહાર આવીએ તેવું કાર્ય કરવું જોઈએ. આ સમયમાં કોઈના વખાણ નથી કરવા કોઈની આલોચના નથી કરવી, પરંતુ તમામ લોકો આરોગ્ય લક્ષી આહુતિ આપે. આપણે બધાં જ છીએ અને બધા આપણા છે, સાથે જ રાજ્ય પ્રીતિનું સૂત્ર અપનાવીને એક સાથે થઈને બીમારી સામે લડવાનું છે.
આ સાથે જ મોરારીબાપુએ સોશિયલ ડિસ્ટન્સ બાબતે પણ સૂચન કરીને કહ્યું હતું કે, અત્યારના સમયમાં હવે એકબીજા સાથે બેજનું અંતર રાખીને જ કોરોનાને હરાવી શકાય તેમ છે. આ નિયમનું પાલવ કરીને કોરોના સંક્રમણની ચેન તોડી શકીશું અને ગુજરાત કોરોના મુક્ત થશે.