ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાગ્રસ્ત ભરતસિંહ સોલંકી સાથે સીએમ રૂપાણીએ ટેલિફોનિક વાત કરી

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના હારેલા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોંગ્રેસ બેડામાં અને વિધાનસભાની અંદર રાજ્યસભાની ચૂંટણીમાં હાજર રહેલાં તમામ લોકોમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પશુ એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાત કરીને ખબરઅંતર પૂછ્યાં હતાં.

કોરોનાગ્રસ્ત ભરતસિંહ સોલંકી સાથે સીએમ રૂપાણીએ ટેલિફોનિક વાત કરી
કોરોનાગ્રસ્ત ભરતસિંહ સોલંકી સાથે સીએમ રૂપાણીએ ટેલિફોનિક વાત કરી

By

Published : Jun 22, 2020, 5:29 PM IST

ગાંધીનગર : ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભામાં હારી ગયેલા ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં. આ સાથે જ રૂપાણીએ જણાવ્યું હતું કે મેં ભરતસિંહ સોલંકી સાથે ટેલિફોનિક વાત કરી છે તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યાં છે.આ સાથે જ હોસ્પિટલ તંત્ર સાથે પણ વાતચીત કરીને ભરતસિંહ સોલંકીને સંપૂર્ણ સારી રીતે સારવાર મળી રહે તે માટેની તંત્ર સાથે પણ વાતચીત કરવામાં આવી છે.આ ઉપરાંત ભરતસિંહ સોલંકીને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તેઓ ગમે ત્યારે મને ફોન કરીને જણાવી શકે છે.

કોરોનાગ્રસ્ત ભરતસિંહ સોલંકી સાથે સીએમ રૂપાણીએ ટેલિફોનિક વાત કરી
ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પોલિંગ બૂથમાં ભરતસિંહ સોલંકી હાજર રહ્યાં હતાં. ત્યારબાદ ગઈકાલે તેઓની તબિયત ખરાબ થતાં તેઓનો આજે રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ભરતસિંહ સોલંકી સાથે રહેલાં તમામ રાજકીય નેતાઓ તથા મીડિયા કર્મચારીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details