ગુજરાત

gujarat

ETV Bharat / city

સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે ગુજરાત ST નિગમ દ્વારા અંદાજે ગુજરાત ST નિગમ દ્વારા અંદાજે રૂ. 43 કરોડથી વધુના ખર્ચે કુલ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત સંપન્ન કરાયું છે.

સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું
સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું

By

Published : Jun 4, 2021, 8:20 PM IST

  • પ્રજાની સલામતી માટે કોરોના, વાવાઝોડા જેવી આપત્તિઓમાં ST બસની અવિરત સેવાઓ સરાહનીય : વિજય રૂપાણી
  • તમામ ગામડાઓ સહિત પડોશી રાજ્યોમાં પણ ગુજરાત STની બસ સેવા કાર્યરત
  • ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી માટે 80 ટકા કન્સેશન
  • ગરીબ પરિવારોને લગ્ન પ્રસંગે રાહત દરે ST બસની સુવિધા ઉપલબ્ધ
  • દર વર્ષે નવી 1000 બસ જોડવાનું લક્ષ્યાંક
  • ગુજરાત એસ.ટી. નફા માટે નહી પણ પ્રજાની સેવા કરતી સંસ્થા

    ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે પ્રજાની સલામતી માટે કોરોના મહામારી વખતે શ્રમિકો- લોકોના આવનજાવન અને તૌકતે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં ગુજરાત ST બસ નિગમની અવિરત સેવાઓ સરાહનીય રહી છે. ગુજરાત એસ.ટી. એ નફા માટે નહી પણ પ્રજાની સેવા કરતી સંસ્થા છે. આજે સીએમ રૂપાણીના હસ્તે ગુજરાત ST નિગમના અંદાજે રૂ. 43 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ નવ બસ સ્ટેશન- ડેપો- વર્કશોપનું ઇ-લોકાર્પણ તેમજ પાંચ બસ સ્ટેશનનું અને ડેપો વર્કશોપનું આજે ગાંધીનગરથી ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.
    સીએમે કહ્યું કે ગુજરાત ST બસ નિગમની અવિરત સેવાઓ સરાહનીય રહી છે



    80 ટકાના દરે કન્સેશન પાસ

    ગુજરાતના તમામ ગામડાઓ સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી જેવા પાડોશી રાજ્યોમાં પણ ST બસ લોકોને સેવા આપી રહી છે. અભ્યાસ કરતાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ગુજરાત એસ.ટી. બસ દ્વારા આવન-જાવન માટે 20 ટકાના દરે કન્સેશન પાસ આપીને તેમની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતના ગરીબ પરિવારોમાં લગ્ન જેવા સામાજિક પ્રસંગે સલામત રીતે આવનજાવન માટે રાહત દરે એસ.ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાતના સાત મોટા શહેરોમાં મુસાફરોને એરપોર્ટ જેવી આધુનિક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી આધુનિક બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

    એસ.ટી. વિભાગનું મોટું નેટવર્ક

    ગુજરાત એસ.ટી. બસ દરેક ગામ સુધી યાતાયાતનું વિશાળ નેટવર્ક ધરાવે છે, ત્યારે ગુજરાત એસ.ટી.ના 16 ડિવિઝન, 100 ડેપો, 137 બસ સ્ટેશન, 1554 પિકઅપ સ્ટેન્ડ, 8500 બસો, 7500 શેડ્યુઅલ, 35 લાખ કિ.મી.નું અંતર પાર કરીને દૈનિક 25 લાખ જેટલા મુસાફરનું વહન કરે છે. આ સુવિધાઓમાં વધારો કરવા ગુજરાત સરકાર દર વર્ષે 1000 નવીન બસો ઉમેરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગકારોની દલીલોના કારણે અમેરિકાએ લાદેલો 25 ટકા ટેક્સ 180 દિવસ માટે મોકૂફ

રાજ્યમાં ક્યાં કરાયું ઇ-ખાતમૂર્હુત અને લોકાર્પણ

સીએમ વિજય રૂપાણી દ્વારા આજે દહેગામ, સાણંદ, લીંમડી, સંતરામપુર, પાલનપુર, પીપળાવ, વાઘોડિયા, ડેમાઇ તેમજ ભાવનગર ડેપો- વર્કશોપનું ઇ-લોકાર્પણ જ્યારે મોરબી, વાંકાનેર, વિરપુર, સરધાર બસ સ્ટેશન અને દ્વારકા ડેપો- વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ વલસાડના મગોદ ગામે લગ્ન પ્રસંગે ડીજે પાર્ટીને મામલે ત્રણ સામે ગુનો દાખલ

ABOUT THE AUTHOR

...view details