ગુજરાત

gujarat

ETV Bharat / city

CM રૂપાણીએ ઉત્તરાખંડના CMને ફોન કરીને ગુજરાતી યાત્રીઓને મદદ કરવા વિનંતી કરી

ઉત્તરાખંડના ચમોલીમાં ફરી એક વાર મોટી દુર્ઘટના બની છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ધસી પડ્યું હતું. જેના કારણે જોશીમઠ પાસે આવેલો ઋષિગંગા નદી પરનો ડેમ તૂટી ગયો છે. આ વિષય પર વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી.

CM વિજય રુપાણી
CM વિજય રુપાણી

By

Published : Feb 7, 2021, 6:06 PM IST

  • ઉત્તરાખંડમાં ગ્લેશિયર ધસી પડતા ડેમ તૂટયો
  • 150 લોકો તણાયાની આશંકા
  • CMએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે કરી ટેલિફોનીક વાતચીત

ગાંધીનગર :ઉત્તરાખંડ ફરી એક વખત મોટી દુર્ઘટનાનો શિકાર બન્યું છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ધસી પડ્યું હતું. તેના કારણે જોશીમઠ પાસે આવેલો ઋષિગંગા નદી પરનો ડેમ તૂટી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં 150 લોકો તાણાયાની આશંકા છે. ઉત્તરાખંડ પ્રશાસન દ્વારા હરિદ્વારથી લઈને જોશીમઠ સુધી હાઈએલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરાખંડના લોકોને નદી કિનારે ન જવાની સલાહ આપી છે.

વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે વાત કરી

ઉત્તરાખંડને દેવોનું ધામ કહેવાય છે. ત્યારે ઘણા યાત્રાળુઓ ઉત્તરાખંડ જતા હોય છે. ગુજરાતીઓ પણ ઉત્તરાખંડની મુલાકાત કરતા હોય છે. ગ્લેશિયર ધસી પડવાની આપદા સમયે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રીકોને તાત્કાલિક મદદ અને બચાવ સહિતની રાહત, તેમજ ઇજાગ્રસ્તોને સારવારનો પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે સહાયરૂપ થવા વિનંતી કરી છે. આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.

ABOUT THE AUTHOR

...view details