- રાજ્યમાં હોટલ-રેસ્ટોરન્ટ અને જીમનો ટેક્સ માફ કરવાની જાહેરાત
- ટેક્સ માફીની જાહેરાત બાદ શાળા સંચાલકોએ પણ ટેક્સ માફીની માગ કરી
- CM Rupani નો સવાલ : તમે 75 ટકા ફી વસૂલી છે તો ટેક્સ કેમ માફ ?
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રેસ્ટોરન્ટ, રિસોર્ટ, જીમ, સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સને 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી પ્રોપર્ટી ટેક્સ ( Property Tax ) માંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્યના શાળા સંચાલકોએ પણ સરકાર સમક્ષ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શાળા સંચાલકોને સવાલ કર્યો હતો કે, શું તમે વિદ્યાર્થીઓ પાસેથી 75 ટકા ફી નથી લીધી ?
જો શાળા સંચાલકોએ 75 ટકા ફી ન લીધી હોત તો સરકાર જરૂર વિચારણા કરતી
શાળા સંચાલકોની ટેક્સ મુક્તિ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ) એ જણાવ્યું હતું કે, રાજ્યના શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 75 ટકા ફી વસૂલી છે. જો શાળા સંચાલકોએ એક પણ રૂપિયો ફી ન લીધી હોત તો રાજ્ય સરકાર શાળાના પ્રોપર્ટી ટેક્સ ( Property Tax ) ની માફી માટે 100 ટકા વિચારણા કરતી પરંતુ શાળા સંચાલકોએ ફી લીધી હોવાથી ટેક્સ માફીનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
સૌથી વધુ અસર રેસ્ટોરન્ટ, જીમ અને સિનેમા ઘરોને
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારાને કારણે રાજ્ય સરકારે રેસ્ટોરન્ટ, જીમ અને સિનેમાઘરોને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ફક્ત નાની દુકાનો શરૂ કરવાનો જ નિર્ણય મુખ્યપ્રધાન ( CM Rupani ) દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્યમાં સૌથી વધુ અસર રેસ્ટોરન્ટ, જીમ અને સિનેમાઘરો હોવાના કારણે તેઓ સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. જેથી તેમને પ્રોપર્ટી ટેક્સ ( Property Tax ) માંથી મુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.