- મુખ્યપ્રધાન વિજય રુપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- R.R. સેલ રદ કરવાની જાહેરાત કરી
- ટ્રાફિક પોલીસના કપડાં પર બોડી કેમેરા લગાવવાની જાહેરાત
ગાંધીનગર : શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 1975 થી કાર્યરત પોલીસના મહત્વના વિભાગને બંધ કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ 1975 થી કાર્યરત R.R. સેલ (રેપિડ રીસ્પોન્સ સેલ) રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં રાજ્યની ટ્રાફિક પોલીસના કપડાં પર બોડી કેમેરા લગાવવાની પણ જાહેરાત કરી છે.
પોલીસના વહીવટદારો માટે A.C.B. હવે કરશે તપાસ
એ.સી.બી.ની કામગીરી મુદ્દે સરકારે છૂટો દોર આપ્યો છે. હવે એ.સી.બી.ની કામગીરી બાબતે સાયન્ટિફિક રીતે તપાસ કરવામાં આવે છે. અપ્રમાણસર મિલકતના કેસો સૌથી વધુ નોંધાયા છે. 50 કરોડના માલ-મિલ્કતના પણ કેસ નોંધવામાં આવ્યા છે. 2021માં 150 કરોડ અપ્રમાણસર મિલકતના કેસ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વર્ષ | ડી.એ. કેસ | અપ્રમાણસર ની મિલકતોની કિંમત |
2016 | 21 | 26 કરોડ |
2017 | 08 | 15 કરોડ |
2018 | 12 | 03 કરોડ |
2019 | 18 | 27 કરોડ |
2020 | 38 | 50.12 કરોડ |
ઇડી અને ઇન્કમટેક્ષની મદદથી ડી.એ.ના કેસ કરવામાં આવશે.
હવે ઇડી અને ઇન્કમટેક્ષની મદદથી ડી.એ.ના કેસ કરવામાં આવશે. જે માટે 3 કરોડના ખર્ચે ટેક્નિકલ અને સપોર્ટ યુનિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા હવે એ.સી.બી.ની રહેશે. ગત વર્ષોની તુલનાએ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.