ગુજરાત

gujarat

By

Published : Sep 24, 2019, 9:06 PM IST

ETV Bharat / city

પહેલા કહ્યું 'મંદી એક હવા છે' હવે મુખ્યપ્રધાન રૂપાણી કહે છે કેન્દ્રના બુસ્ટર ડોઝથી ઉદ્યોગમાં તેજી આવશે !

ગાંધીનગર: દેશમાં ઉદ્યોગો મંદ પડી રહ્યા છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં મંદી જોવા મળી રહી છે. તેના જવાબમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થોડા સમય પહેલા મંદી એક હવા છે તેમ કહ્યું હતું, ત્યારે તેના થોડાક જ દિવસોમાં મુખ્યપ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું પડ્યું છે કે, કેન્દ્રના બુસ્ટર ડોઝના કારણે ઉદ્યોગોમાં તેજી આવશે.

Gandhinagar

કેન્દ્ર સરકાર દ્વારા દેશના આર્થિક ક્ષેત્ર માટે સતત સાતત્યપૂર્ણ અસરકારક નિર્ણયોને લીધે ભારતીય અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર થયો છે. વર્તમાન સમયે વૈશ્વિક કક્ષાએ ચીન-અમેરિકા વચ્ચે વણસેલા વ્યાપાર સંબંધો તથા બ્રેકઝીટ પર અનિશ્ચિતતાને કારણે સમગ્ર વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ હોવા છતા ભારતે વાસ્તવિક જીડીપીની સાથે પોતાની આર્થિક સ્થિરતા મજબૂત કરી છે.

પહેલા કહ્યું 'મંદી એક હવા છે' હવે મુખ્યપ્રધાન રૂપાણી કહે છે કેન્દ્રના બુસ્ટર ડોઝથી ઉદ્યોગમાં તેજી આવશે !

2012-13 અને 2013-14ના વર્ષોમાં મોંઘવારી આશરે 10ના આંકડાની નજીક હતી, જે વર્ષ 2018-19ની સમાપ્તિ પર પાછલા 5 વર્ષોની ઉપભોક્તા મોંઘવારી સરેરાશ તેના અડધા કરતા પણ ઓછી છે. 2017-18માં ઉપભોકતા મુલ્ય સૂચકાકં પર આધારિત શિર્ષ મોંઘવારી 3.6 ટકા હતી. 2018-19માં 3.4 ટકા ઓછી થઇ એપ્રિલ-જુલાઇ 2019માં કન્ઝ્યુમર ઇન્ડેક્ષ મોંઘવારી 3.1 ટકા થઇ. તાજેતરમાં જ કેન્દ્રની ભાજપા સરકારે કેપીટલ ગેઇન ટેક્સથી સરચાર્જ હટાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

દેશનું સામાન્ય સર્કલ ઘરેલુ ઉત્પાદન 2013-14માં 1.9 ટ્રિલિયન અમેરિકી ડોલર હતું. જે 2018-19માં વધીને 2.7 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી વધ્યું છે. નરેન્દ્ર મોદીના જણાવ્યાં અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાને 2024-25 સુધી 5 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે, તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતનો વિદેશી મુદ્રાભંડાર તેની મહત્તમ કક્ષાએ પહોચ્યો છે, મોંઘવારી દરમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે.

કેન્દ્ર સરકારે દેશના તમામ ખેડુતોને કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત 6000 રૂપિયા પ્રતિવર્ષ સહાય આપવાની જાહેરાત કરી આ યોજનાનો વિસ્તાર કર્યો છે. જેનો લાભ પહેલા ફક્ત 2 હેક્ટરથી ઓછી જમીનધારક ખેડુતને મળતો હતો. દુકાનદાર, છુટક વેપારી તેમજ સ્વરોજગાર વેપારીઓને 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછા માસિક 3000 રૂપિયા પેન્શન કવરેજ આપવામાં આવશે.

નિકાસ(એક્સપોર્ટ)ને પ્રોત્સાહન આપવા માટે એક્સપોર્ટ કરવામાં આવતા સામાન ઉપર ટેક્સમાં છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત નિર્યાત ઋણ વીમા યોજનાનો વિસ્તાર થશે, નિર્યાત માટે લોન આપનાર બેંકને વધુ ઇન્સ્યોરન્સ કવર કરવામાં આવશે તેમજ પ્રાથમિકતાવાળા ક્ષેત્ર અંતર્ગત નિર્યાત લોન માટે 36000 કરોડથી 68000 કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે. જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંપૂર્ણ રીતે ઓટોમેટીક અને ઇલેક્ટ્રોનિક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા નિર્ણયોને કારણે એક્સપોર્ટ ઉદ્યોગને વેગ મળશે.

ABOUT THE AUTHOR

...view details