ગુજરાત

gujarat

ETV Bharat / city

CM Patel Launch New Scheme: CMએ ટેક્સમાં રાહત આપતી યોજના શરૂ કરવા કર્યો નિર્ણય, કેટલો ફાયદો થશે જુઓ - નગરપાલિકાના ટેક્સમાં રાહત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આઝાદીના 'આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર' યોજના (Azadi Ka Amrut Mahotsav Promotional Return Scheme) શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો અને નગરજનો માટે શરૂ કરવામાં આવશે.

CM Patel Launch New Scheme: CMએ ટેક્સમાં રાહત આપતી યોજના શરૂ કરવા કર્યો નિર્ણય, કેટલો ફાયદો થશે જુઓ
CM Patel Launch New Scheme: CMએ ટેક્સમાં રાહત આપતી યોજના શરૂ કરવા કર્યો નિર્ણય, કેટલો ફાયદો થશે જુઓ

By

Published : Feb 19, 2022, 11:44 AM IST

Updated : Feb 19, 2022, 2:18 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય (Azadi Ka Amrut Mahotsav Promotional Return Scheme) કર્યો છે.

માળખાકીય સુવિધાના કરમાં રાહત

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના (Municipal tax relief) કરવેરા, જેમાં મિલકત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઈટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે. આ યોજના અંતર્ગત એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, નાણાકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 31 મે 2022 સુધીમાં એડવાન્સ ભરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો-CM Bhupendra Patel Blog : પ્રવાસન, યાત્રાધામ અને કચ્છના સરહદી વિસ્તાર માટે કરી મહત્વની વાત

ઓનલાઈન ફી પેમેન્ટ પર 5 ટકા ડિસ્કાઉન્ટ

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને (PM Narendra Modi's Digital India resolution) વેગ આપવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય (Azadi Ka Amrut Mahotsav Promotional Return Scheme) કર્યો છે કે, આવા વેરાની (Municipal tax relief) રકમ મોબાઈલ એપ્લિકેશન કે ઈનગરના ઓનલાઈન પોર્ટલ મારફતે 31 મે 2022 સુધીમાં ભરપાઈ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિજિટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 15 ટકા વળતરનો લાભ મળશે. રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની (Municipal tax relief) પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો-CM Bhupendra Patel on Gujarat Tourism: ગુજરાત પ્રવાસનને વૈશ્વિક નકશામાં અંકિત કરીને જ રહીશુંઃ CM Patel

વ્યાજ પેનલ્ટી માફ કરાશે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા નાગરિકને તેમની મિલકત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો 31 માર્ચ 2022 સુધીમાં ભરપાઈ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરન્ટ ફીની રકમ 100 ટકા માફ કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા (Municipal tax relief) રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો (Azadi Ka Amrut Mahotsav Promotional Return Scheme) નિર્ણય કર્યો છે.

Last Updated : Feb 19, 2022, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details