- CM Rupani અને DyCM Nitin patel સચિવાલય ખાતે યોજી બેઠક
- કલેક્ટરો અને ડીડીઓ સાથે અગત્યની બેઠક
- PM Modi Dearm Projectsને મહત્વ આપવામાં આવશે
- સંભવિત ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસનો એક્શન પ્લાન તૈયાર કરાશે
- વેક્સિનેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવશે
ગાંધીનગર : હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave)સંભાવના રહેલી છે ત્યારે તેને પગલે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જોવા મળેલા નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસના (Corona Delta Plus) કેસ પણ ગુજરાતમાં સામે આવ્યાં છે ત્યારે તેને લઈને પણ સરકાર તરફથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજની બેઠકમાં સંભવિત ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસનો એક્શન પ્લાન તૈયાર કરાશે. ઉપરાંત વેક્સિનેશનની (Vaccination) પ્રક્રિયા તેજ કરવામાં આવશે. તે અંગે ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરાશે.આ ઉપરાંત વિકાસના કામોને પણ આગામી 2022ની ચૂંટણીને લઈને જલદી પૂર્ણ કરવામાં આવશે. જે જોતાં ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપરાંત ગાંધીનગરના અન્ય અધિકારીઓ સાથે મિટિંગનો દોર (CM meeting with collectors and ddo) શરૂ થયો છે.
બેઠકમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરના એક્શન પ્લાન મુદ્દે ચર્ચા
બેઠકમાં સંભવિત કોરોનાની (Corona Third Wave) ત્રીજી લહેરના એક્શન પ્લાન મુદ્દે તો ચર્ચા તો થશે જ, આ ઉપરાંત વેક્સીન પ્રકિયા વધુ તેજ કરવા મુદ્દે પણ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે. 21 જૂનથી વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.CM Rupani જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાખ લોકોને પહોંચે તે પ્રકારનો ટાર્ગેટ છે. પરંતુ વેક્સિનના ડોઝ અત્યારે ઓછા મળી રહ્યાં છે. આગામી સમયમાં નવા ડોઝ આવશે તો સરકાર કયા પ્રકારે નવા સેન્ટરો ઓપન કરી લોકો સુધી વેક્સિન પહોંચાડશે તે વિશે પણ ચર્ચા થશે.
આ પણ વાંચોઃ Corona Vaccine: ગાંધીનગરમાં રોજના 5,000 વેક્સિનની જરૂરિયાત સામે માત્ર 2,500 ડોઝ અવેલેબલ
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિકાસના કામોને વધુ મહત્વ આપવામાં આવશે
અમદાવાદ અને ગાંધીનગરના ક્લેક્ટર સહિત ddo સહિત સચિલવાયના (CM meeting with collectors and ddo) મોટા ભાગના સિનિયર અધિકારીઓ, તમામ જિલ્લાના કલેક્ટર સહિત ddo અને પ્રધાનો વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયાં હતાં. આ ઉપરાંત અન્ય અધિકારીઓ પણ જોડાયાં છે. જેમાં વડાપ્રધાનના જે ડ્રીમ પ્રોજેક્ટ છે (PM Modi Dearm Projects) તેમજ ગુજરાતમાં જે વિકાસને લગતા કાર્યો છે તે ઝડપી બનાવવામાં આવશે. તેમાં પણ ગાંધી આશ્રમનો ડ્રીમ પ્રોજેક્ટ (Gandhi Ashram ) સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેવડીયાનો (Kevadiya) પ્રોજેક્ટ પણ સૌથી મોટા પ્રોજેક્ટમાંનો એક છે.
PMના ડ્રીમ પ્રોજેક્ટ સહિતના મુદ્દાનો એક્શન પ્લાન બનાવવા CMએ લીધી ઉચ્ચ અધિકારીઓની બેઠક - કોરોના ત્રીજી લહેર
મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની (DyCM Nitin patel) અધ્યક્ષતામાં સચિવાલયના નર્મદા હોલ ખાતે કલેકટર (Collectors) અને ddoની (DDO) સાથે બેઠકનો દોર શરૂ કરાયો હતો. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને (PM Modi Dearm Projects) મહત્વ સહિત કોરોના મહામારી (Corona) સંદર્ભે વિવિધ બાબતોની ચર્ચા અને એક્શન પ્લાન (CM meeting with collectors and ddo) બનાવવામાં આવશે.
PMના ડ્રીમ પ્રોજેક્ટ સહિતના મુદ્દાનો એક્શન પ્લાન બનાવવા CMએ લીધી ઉચ્ચ અધિકારીઓની બેઠક