ગુજરાત

gujarat

ETV Bharat / city

CMએ બાળકોને પૂછ્યું, શિક્ષકો બરાબર ભણાવે છે ને? જવાબ આવ્યો શાળામાં શિક્ષકો જ નથી - ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ

ગાંધીનગરમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક શાળાના બાળકો સાથે સંવાદ (CM interacts with Childrens) કર્યો હતો. મુખ્યપ્રધાન બોરિજ પ્રાથમિક શાળામાં બાળકોના રસીકરણ (Commencement of vaccination for children) કાર્યક્રમનો પ્રારંભ કરાવવા (CM Bhupendra Patel at Borij Primary School) પહોંચ્યા હતા. અહીં તેમણે શિક્ષકો સારું ભણાવે છે કે નહીં તે અંગે બાળકોને પ્રશ્ન પૂછ્યો હતો.

CM interacts with Childrens: શિક્ષકો બરાબર ભણાવે છે ને? CMએ બાળકોને પૂછ્યો પ્રશ્ન
CM interacts with Childrens: શિક્ષકો બરાબર ભણાવે છે ને? CMએ બાળકોને પૂછ્યો પ્રશ્ન

By

Published : Mar 16, 2022, 11:28 AM IST

Updated : Mar 16, 2022, 11:50 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં આજથી 12થી 14 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો (Commencement of vaccination for children) પ્રારંભ થયો છે. ત્યારે આજે મુખ્યપ્રધાને ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો (CM Bhupendra Patel at Borij Primary School) હતો.

મુખ્યપ્રધાને ગાંધીનગરની પ્રાથમિક શાળાના બાળકો સાથે કર્યો સંવાદ

ગામના રહેવાસીએ મુખ્યપ્રધાનને કર્યો પ્રશ્ન -ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળામાં મુખ્યપ્રધાને બાળકો સાથે સંવાદ (CM interacts with Childrens) કર્યો હતો. જોકે, રસીકરણ કાર્યક્રમ (Commencement of vaccination for children) પૂર્ણ થયા પછી મુખ્યપ્રધાને બાળકો સાથે ચર્ચા (CM interacts with Childrens) કરી હતી. તે જ સમયા પાછળથી ગામના એક રહીશે મુખ્યપ્રધાનને સીધો પ્રશ્ન કર્યો હતો કે, સાહેબ આ શાળામાં શિક્ષકોની ઘટ છે.

આ પણ વાંચો-Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે કોળી ઠાકોર સમાજ માટે અનામતની માંગ કરતા રાજકારણ ગરમાયું

શું હતો સમગ્ર મામલો -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રાથમિક શાળામાં 5 બાળકોને રસીકરણ (Commencement of vaccination for children) આપ્યા બાદ શાળાના પ્રાંગણમાં આવ્યા હતા. અહીં બેઠેલા બાળકો સાથે ચર્ચા કરી હતી કે, બાળકો તમે ભણો છો કે નહીં? શિક્ષકો બરાબર ભણાવે છે કે નહીં? તમે તો શિક્ષકો નથી ભણાવતાં ને? આવા અનેક રમૂજી પ્રશ્નો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યા હતા. તે જ સમયે શાળામાં ઉપસ્થિત રહેલા એક વ્યક્તિએ સીધો જ મુખ્યપ્રધાનને પ્રશ્ન કર્યો હતો કે, સાહેબ અમારી શાળામાં શિક્ષકોની ખૂબ જ ઘટ (Decline of teachers in primary schools of Gujarat) છે ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હસીને માથું હલાવીને વાતને પૂર્ણ કરી હતી અને ત્યાંથી રવાના થયા હતા.

આ પણ વાંચો-Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ

મુખ્યપ્રધાને મીડિયા સાથે વાત પણ ન કરી -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શિક્ષકોની ઘટનો સીધો સવાલ (Decline of teachers in primary schools of Gujarat) કર્યા બાદ ETV Bharatએ સવાલ કરનારા વ્યક્તિની પૂછપરછ કરી હતી. તેમાં તે વ્યક્તિએ પોતાનું નામ ન જાહેર કરીને બોરિજ પ્રાથમિક શાળામાં 10 જેટલા શિક્ષકોની ઘટ હોવાનું કહ્યું હતું.

કેટલી ઘટ -વિધાનસભા ગૃહમાં 14 માર્ચે શિક્ષકોની ઘટ બાબતની માહિતી પણ બહાર આવી છે, જેમાં રાજ્યના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની 93 જગ્યાઓ, કેળવણી નિરિક્ષકોની 563 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત રાજ્યની 700 જેટલી પ્રાથમિક શાળાઓમાં ફક્ત 1 જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. જ્યારે સૌથી વધુ કચ્છ જિલ્લામાં 100 જેટલી પ્રાથમિક શાળામાં ફક્ત 1 જ શિક્ષકથી શાળા કાર્યરત્ છે. જ્યારે સરકારી ઈજનેર કોલેજ અને પોલિટેકનિકમાં પણ અનુક્રમે વર્ગ 1, 2 અને 3માં 376, 681, 987 જગ્યાઓ ખાલી હોવાનું ગૃહમાં (Decline of teachers in primary schools of Gujarat) સામે આવ્યું છે.

Last Updated : Mar 16, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details