ગાંધીનગરઃ ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજ બીજીવાર ડિજિટલ બજેટ રજૂ થયું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન (CM Bhupendra Patel Reaction) અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil Reaction On Union Budget 2022 ) આજના બજેટને જનતાની રાહત આપતું બજેટ ગણાવ્યું. સાથે કહ્યું કે આ બજેટ દેશનું અર્થતંત્ર જલદી બેઠું કરનારું બજેટ છે. આ બજેટ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરનારનું બજેટ ગણાવ્યું છે.
દેશનું અર્થતંત્રને બેઠું કરનારું બજેટ
ગુજરાતના મુખ્યપ્રધાનેે (CM Bhupendra Patel Reaction) બજેટ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરનારું બજેટ છે. કોરોનાની મહામારીમાં દેશમાં નિઃશુલ્ક રસીકરણ અને આરોગ્ય પર ભારે ખર્ચ કરવા છતાં પણ એક રુપિયાના ટેક્સ નાખ્યા વિનાનું બજેટ છે. કોરોનાની મહામારીમાંથી દેશનું અર્થતંત્ર જલદી બેઠું થાય તેવું બજેટ છે. યુવાનો, મહિલા, નાના વેપારી ,ખેડૂતો, વિદ્યાર્થીઓને અનુકુળ આ બજેટ છે. આઝાદીના અમૃત વર્ષ 2022નું આઝાદ બજેટ આગામી 25 વર્ષ અમૃત પર લઇ જનારું આ બજેટ છે. આ બજેટની ચાર પ્રાથમિકતા ગતિ શક્તિ, સર્વ સમાવેશક વિકાસ, ઉત્પાદકતામાં વૃદ્ધિ, રોકાણની તકોમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી વર્ષમાં લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થશે. PLI સ્કિમ દ્વારા આગામી 5 વર્ષમાં 60 લાખ લોકોને રોજગાર અવસરથી આત્મનિર્ભરતા સાકાર થશે.