- સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે જર્મન એમ્બેસેડર વોલ્ટર લિંડને
- Vibrant Summit 2022માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા નિમંત્રણ
- 10થી વધુ જર્મન કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે
ગાંધીનગરઃ સીએમ પટેલ (CM Bhupendra Patel) સાથેની મુલાકાત દરમિયાન જર્મન એમ્બેસેડરે ( German Ambassador Walter-Lindner ) ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વેપાર-વણજના સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટને પરિણામે 10 ઉપરાંત જર્મન કંપનીઓ અહીં કાર્યરત છે. આ સૌજન્ય મુલાકાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂના, હૈદ્રાબાદ, બેંગાલુરૂ જેવા સ્થળોને બદલે અમદાવાદ-ગુજરાતમાં બિઝનેસ-કારોબાર વિકસાવવાની જર્મન કંપનીઓ-ઉદ્યોગોના વલણમાં રાજ્યની એફિસિયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે.
રાજ્ય સરકાર ઉદ્યોગોને મદદ કરશે
સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પરસ્પરના સહયોગથી બિઝનેસ રિલેશન્સ (Gujarat Germany Business Relations) આગળ વધારવાની નેમ વ્યકત કરતાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમિયાન કહ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે. ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ સૌના સાથે સૌના વિકાસના મંત્રથી જે ઇન્કલુઝિવ ડેવલપમેન્ટની દિશા વિશ્વને બતાવી છે તેમાં પણ ગુજરાત-જર્મની સાથે મળી સીમાચિન્હરૂપ કામગીરી કરી શકે તેમ છે. ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું.