ગાંધીનગર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે 26 તારીખે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં (CM Bhupendra Patel in Dediyapada) વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રના (Skill development centers in Dadiapada) લોકાર્પણ કરશે. ડેડીયાપાડામાં ગુરુવારે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં વનપ્રધાન કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ પણ (Gujarat Government opens pallets for tribals of Narmada district) સહભાગી થવાના છે. આદિજાતિ સમૂહોના સર્વાંગી ઉત્કર્ષની ભાવનાથી આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના વન વિભાગ(Forest Department of Gujarat State) દ્વારા યોજાઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને છોટાઉદેપુરમાં લોકાર્પણ-ખાતમુર્હત કરી વિરોધના પક્ષના નેતાના દુ:ખમાં લીધો ભાગ
કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જતાનો હેતુ- રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે. જે હેઠળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેડીયાપાડા (CM Bhupendra Patel in Dediyapada) , નેત્રંગ, વધઇ અને કેવડીમાં કુલ રૂ. 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કરશે.