ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચના રોજ સવારે 11:00 વાગ્યે ગોવાના મુખ્યપ્રધાન પદના શપથ વિધિ (swearing ceremony pramod sawant)માં હાજર રહેવાના હતા. પરંતુ અચાનક જ તેઓએ પ્રવાસ (CM Bhupendra Patel Goa Visit) રદ કર્યો હતો અને સીધા સચિવાલય ખાતે આવીને વિધાનસભાના બજેટ સત્ર (Gujarat Assembly 2022)માં હાજરી આપી હતી.
CM Bhupendra Patel Goa Visit: ગોવાના CMની શપથવિધિમાં હાજર ન રહ્યાં ભૂપેન્દ્ર પટેલ, અચાનક રદ કર્યો કાર્યક્રમ - સત્યાગ્રહ છવાણી ગાંધીનગર
CM ભૂપેન્દ્ર પટલે 28 માર્ચના ગોવાના મુખ્યપ્રધાનના શપથ વિધિ કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતાં. જો કે મુખ્યપ્રધાને અચાનક પોતાનો ગોવા પ્રવાસ (CM Bhupendra Patel Goa Visit) રદ કર્યો હતો અને વિધાનસભા બજેટ સત્રમાં હાજરી આપી હતી. આ પાછળનું કારણ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી આંદોલનની ચીમકી માનવામાં આવી રહ્યું છે.
અચાનક પ્રવાસ રદ કરવામાં આવ્યો-26 માર્ચના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાંથી સત્તાવાર રીતે 28 માર્ચનો વિધિવત ગોવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ આ કાર્યક્રમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રદ કર્યો હતો અને સીધા જ વિધાનસભા (CM Bhupendra Patel At Gujarat Assembly) ખાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો:SSC HSC Exam 2022 : મુખ્યપ્રધાને ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પત્ર લખ્યો, શું આપ્યો સંદેશ?
કોંગ્રેસનો વિરોધ-સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે રીતે શુક્રવારે આદિવાસી સમાજ (Tribal Community Gujarat)ની સાથે રહેલા કોંગ્રેસ વિરોધ કર્યો હતો અને સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar) સહિતના અનેક રસ્તાઓ બ્લોક કર્યા હતા તેવી જ રીતે આજે યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન (Congress Protest In Gandhinagar) માટેની ચીમકી આપવામાં આવી હતી. આ માટે ગાંધીનગર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહા આંદોલન કરવાની ચિમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને પણ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ રદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.