ગુજરાત

gujarat

ETV Bharat / city

CM Bhupendra Patel Delhi Visit : મુખ્યપ્રધાન દિલ્હીમાં કયા કાર્યક્રમમાં આપશે હાજરી જાણો - CM Bhupendra Patel Delhi Visit

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે (CM Bhupendra Patel Delhi Visit)જઈ રહ્યા છે. તેઓ 30 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી મુખ્યપ્રધાનો અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓની સંયુક્ત પરિષદમાં (conference of chief ministers and chief justice of high court ) હાજરી આપશે.

CM Bhupendra Patel Delhi Visit : મુખ્યપ્રધાન દિલ્હીમાં કયા કાર્યક્રમમાં આપશે હાજરી જાણો
CM Bhupendra Patel Delhi Visit : મુખ્યપ્રધાન દિલ્હીમાં કયા કાર્યક્રમમાં આપશે હાજરી જાણો

By

Published : Apr 29, 2022, 9:41 PM IST

ગાંધીનગર :. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક દિવસે દિલ્હીના પ્રવાસે (CM Bhupendra Patel Delhi Visit)જઈ રહ્યાં છે. 30 એપ્રિલના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી મુખ્યપ્રધાનો અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓની સંયુક્ત પરિષદમાં હાજરી આપશે.

શું છે કાર્યક્રમ- સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો 30 એપ્રિલના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 10:00 જોઈન્ટ conference of chief ministers and chief justice of high court નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને હેઠળ યોજવામાં આવશે. સમગ્ર દેશના તમામ રાજ્યોમાં રાજકીય અને ન્યાયિક રીતે નિર્ણયો અને અમુક કામગીરી બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ J P Nadda Gujarat Visit : ભાજપ 2022ની ચૂંટણી માટે તૈયાર છે અને પીએમ મોદીએ આપેલા આ 'વાદ'ને લઇને લડશે

પડતર કેસોની સમસ્યા- જ્યારે આવનારા દિવસોમાં હાઇકોર્ટમાં અનેક નાની અદાલતોમાં કેસ જે પેન્ડીંગ સતત વધી રહ્યા છે તેનું ભારણ કઈ રીતે ઘટાડવું અને રાજ્ય સરકાર કઈ રીતે મદદરૂપ થઇ શકે તે બાબતનું પણ વિશેષ આયોજન આ કોન્ફરન્સમાં (conference of chief ministers and chief justice of high court ) થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ Revenue Issue Gujarat: મહેસૂલના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ પ્રધાન સાથે કરી બેઠક

કોણ રહેશે હાજર- સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો 10:00 દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ ખાસ કોન્ફરન્સ (CM Bhupendra Patel Delhi Visit) યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં (conference of chief ministers and chief justice of high court )કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજ્જુ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રમણા સહિત દેશના રાજ્યોના તમામ મુખ્યપ્રધાનો અને રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ આ કોન્ફરન્સમાં હાજર રહેશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details