મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા
વાઇબ્રન્ટ સમીટ 2022 અંતર્ગત ગયા હતા દુબઇ પ્રવાસે
કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે RTPCR ટેસ્ટ કરાવ્યો
ગાંધીનગર :Gujarat vibrant summit 2022અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુબઈમાં રોડ શો માટે દુબઈ (CM Bhupendra patel Dubai visit) પહોંચ્યા (CM Bhupendra Patel conducts RTPCR test) હતા, જેમાં તેઓએ દુબઈના અનેક બિઝનેસ ટાયકૂન સાથે વન-ટુ-વન બેઠક (VGGS 2022 MOU In Dubai) કરીને ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપે તે માટેનું આમંત્રણ પણ આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022માં તેઓને હાજર રહેવાનું આમંત્રણ પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીના 10, 11 અને 12 તારીખના રોજ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન (PM Narendra Modi inaugurate the Vibrant Summit) કરશે.
Gujarat Vibrant Summit 20220: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા, કરાવ્યો RTPCR ટેસ્ટ 19 જેટલા થયા MOU
દુબઇના 19 જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતમાં પોતાના વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શૉ દરમિયાન મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે MOU કર્યા હતા, દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગૃપ ગુજરાતમાં લોજિસ્ટીક્સ પાર્ક સ્થાપવાનું છે, તે માટેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતા. આ ઉપરાંત અલ્ફનાર ગૃપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા 300 મેગાવોટના વીન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના MOU થયા હતા.
અન્ય પ્રોજેક્ટસમાં દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો
ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો છે, તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજિરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે, કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટેના થયા છે.
આ પણ વાંચો:
VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
CM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે