- પાણી પુરવઠાના કામોની યોજનાઓ માટે 63.37 કરોડ રૂપિયા મંજૂર
- 1 વર્ષમાં જ પૂર્ણ કરવાના રહેશે આ કામો
- પાણી પુરવઠાના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપવામાં આવી
ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (cm bhupendra patel) રાજ્યના નગરો-મહાનગરોમાં સૌને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવા ભાવથી રાજ્યની 6 નગરપાલિકાઓ (municipalities)માં કુલ 63.37 કરોડના પાણી પુરવઠા (water supply)ના વિવિધ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) અંતર્ગત મહુવા (mahuva)- બાલાસિનોર (balasinor) - ખેડબ્રહ્મા (khedbrahma) - થાનગઢ - ઇડર તથા સિક્કામાં પાણી પુરવઠાના વિવિધ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ નગરોમાં જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાને આપી છે તે કામો ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ (technical and administrative) મંજૂરી મેળવી 1 વર્ષમાં જ પૂર્ણ કરવાના રહેશે.
2036ની વસ્તીને ધ્યાને રાખીને પાણી પુરવઠા યોજનાઓનું નિર્માણ
સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત જે નગરોમાં પાણી પુરવઠાના વિવિધ કામો માટે ભુપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમાં મહુવા નગરપાલિકા (mahuva municipality)માં રૂપિયા 21.87 કરોડ, બાલાસિનોરમાં રૂપિયા 13.69 કરોડ, ખેડબ્રહ્મામાં રૂપિયા 9.08 કરોડ, ઇડરમાં રૂપિયા 6.38 કરોડ તથા થાનગઢમાં રૂપિયા 7.75 કરોડ અને સિકામાં રૂપિયા 4.59 કરોડના કામોનો સમાવેશ થાય છે. રાજ્યના આ નગરોમાં આગામી 2036ની વસ્તીના અંદાજાને ધ્યાને રાખીને આ પાણી પૂરવઠા યોજનાઓનું નિર્માણ હાથ ધરાવાનું છે.
6 નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામોની સૈદ્ધાંતિક અનુમતિ
મુખ્યપ્રધાને 6 નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે, તેમાં મહુવા નગરપાલિકામાં જે કામો હાથ ધરાશે તે કામોમાં 22 લાખ લીટરનો પંપ, રાઇઝિંગ મેઇન, ગ્રેવિટી મેઇન, વિતરણ વ્યવસ્થા વગેરેનો સમાવેશ કરાયો છે. હાલની સ્થિતીએ મહુવામાં 11 MLD પાણીનું વિતરણ મહી અને નર્મદા પાઇપલાઇનથી કરવામાં આવે છે. બાલાસિનોર નગરપાલિકા દ્વારા પ્રવર્તમાન સોર્સમાંથી 10.52 MLD પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે.