- કોરોના સંક્રમણ વધતા મુખ્ય સચિવે આરોગ્ય વિભાગ સાથે કરી બેઠક
- બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર ટેસ્ટિંગ વધારાશે
- બંધ ટેસ્ટિંગ ડોમ ફરીથી શરૂ કરવામાં આવશે
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ કેસોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને કોર્પોરેશન વિસ્તારમાં કેસો વધવાની શરૂઆત થઈ છે. અમદાવાદમાં(Ahmedabad) ત્રણથી પાંચ કેસ આવતા હતા આ કેસો ચારથી પાંચ ગણા વધ્યા છે. જેથી કન્ટેન્મેન્ટ ઝોન(Containment zone) પણ જાહેર કરવામાં આવ્યા છે. જેથી મુખ્ય સચિવએ આરોગ્ય વિભાગ સાથે વધતા સંક્રમણ મામલે બેઠક કરી હતી. બેઠકમાં કોરોના (Corona ) પર કંટ્રોલ આવે તે હેતુથી ઝડપી ટેસ્ટિંગ વધારવામાં માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા બંધ કરાયેલા ડોમ ફરી શરૂ કરાશે, હવેથી જાહેર સ્થળોએ થશે ટેસ્ટિંગ મનપા કમિશનર અને જિલ્લા કલેકટરને ટેસ્ટિંગ ડોમ વધારવાની સૂચના
આ અંગે વધુમાં આરોગ્ય અધિક મુખ્યસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, દિવાળીના સમયમાં ટેસ્ટિંગ ઓછું થયું હતું. જેથી હવે આ ટેસ્ટિંગ વધારવામાં આવશે આ પહેલા 70થી 75 હજાર ટેસ્ટિંગ થતું હતું એ પછી તેમાં થોડો ઘટાડો આવ્યો જેથી ફરીથી ડોમ સ્થાપિત કરવામાં આવે અને વેક્સિનેશન (Vaccination)વધારવામાં આવે તે પ્રકારની સુચના આપવામાં આવી છે. કોર્પોરેશન અને જિલ્લામાં આ તકેદારી રહે તે માટે જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. સંક્રમણ ફેલાતું અટકે તે માટે ખાસ કરીને કોર્પોરેશન વિસ્તારમાં વધુ તકેદારી રાખવામાં આવશે. મોબાઈલ વાન, ધન્વંતરિ રથ, આરટીપી ટેસ્ટ વધારવામાં આવશે.
દિવાળીમાં ફરવા ગયેલા લોકો પરત આવી રહ્યા છે જેમનું ટેસ્ટિંગ કરાશે
ખાસ કરીને દિવાળીમાં બહાર ફરવા ગયેલા લોકો ગુજરાતમાં પરત આવી રહ્યા છે. તેમજ અન્ય રાજ્યના લોકો પણ અહીં આવતા હોય છે. જેથી સરકાર એલર્ટ થઈને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ વગેરે જગ્યાએ સ્ક્રીનિંગ શરૂ કરશે. જ્યાં કેસો વધશે ત્યાં એ વિસ્તારને જરૂર પડતા માઇક્રો કન્ટેન્ટમેન્ટઝોન જાહેર કરવામાં આવશે તેવું મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગ વર્ગો શરૂ કરતા પહેલા આરોગ્ય વિભાગનું સંકલન કરશે
તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગનું સંકલન કર્યા બાદ ધોરણ 1થી 5 ના વર્ગો તકેદારીના ભાગ રૂપે શરૂ કરશે. તેમાં પણ ખાસ કરીને 100 ટકા કે 50 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સ્કૂલ શરૂ કરવી કે નહીં તે બાબતે આયોજન થઈ રહ્યું છે. બાળકોનું સ્વાસ્થ્ય કોઈપણ સંજોગોમાં જોખમાય નહીં તેની તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવશે. જે બાળકો ગુજરાત બહાર ગયા છે તેમનો RTPCR ટેસ્ટ પણ કરવામાં આવશે. જો કે કોરોના સંક્રમણની સ્થિતિના આધારે શિક્ષણ વિભાગ વર્ગો શરૂ કરવા બાબતે નિર્ણય લેશે. બાળકોના વેક્સિનેશનની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની સુચનાને અનુસરી કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃશું ફરીથી કોરોનાનો કહેર? અમદાવાદમાં કોરોનાને કારણે 2 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
આ પણ વાંચોઃઅમદાવાદ શહેરમાં કોરોનાની ભીતિ વચ્ચે સફાળું જાગ્યું તંત્ર, શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ બાદ પ્રવેશ