- શિક્ષણ અનલોક, સોમવારથી 9 થી 11 વર્ગો શરૂ થશે, ઘણી શાળામાં તૈયારીઓ આરંભાઈ
- તમામ વર્ગોને સેનેટાઈઝ કરવામાં આવ્યાં સાથે વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
- વાલીઓના સંમતિપત્રક સાથે 50 ટકા કેપિસિટી મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે
ગાંધીનગર : કોરોનાકાળના કારણે શિક્ષણ વિભાગને ઘણી માઠી અસર પહોંચી છે. જેમાં વિદ્યાર્થીઓની અભ્યાસ કરવાની પદ્ધતિથી માંડીને શાળાની ( Schools ) પણ વ્યવસ્થા હવે બદલાઈ ગઈ છે. 26 તારીખથી રાજ્યની તમામ શાળામાં 9 થી 11ના વર્ગોં ( Classroom Teaching for 9 to 11 ) શરૂ થશે એટલે કે વિદ્યાર્થીઓનું ક્લાસરુમમાં શિક્ષણ ( Classroom Teaching ) શરુ થવા જઈ રહ્યું છે. 26 તારીખ પહેલાં મોટાભાગની શાળાઓએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં શાળામાં તમામ વર્ગને સેનેટાઈઝ કરવામાં આવ્યાં છે. સાથે સાથે બાળકોની બેઠક વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
ઓડઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવાશે
મોટાભાગની શાળામાં ( Schools ) વિદ્યાર્થીઓને ઓડઇવન પદ્ધતિને ધ્યાનમાં રાખીને શાળામાં ( Classroom Teaching for 9 to 11 ) બોલાવવામાં આવશે. જેથી કોરોનાના નિયમોનું પાલન થાય અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. સાથે 50 ટકા કેપિસિટી સાથે તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરી વિદ્યાર્થીના વાલીઓના સંમતિપત્રક તપાસીને જ શાળામાં પ્રવેશ અપાશે.