ગાંધીનગરરાજ્યભરમાં અત્યારે સરકારી કર્મચારીઓએ સરકાર (Government Employee protest) સામે બાંયો ચડાવી છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી વન વિભાગના કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. તો હવે આ કર્મચારીઓ સરકારનો વિરોધ (Government Employee protest) કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.
વનપાલ અને વનરક્ષકો વિરોધ કરવા પહોંચ્યા ગાંધીનગર, હવે રેલી યોજી સરકારને ઘેરશે - satyagrah chhavani gandhinagar
રાજ્યભરના વન વિભાગના કર્મચારીઓ આંદોલન માટે ગાંધીનગર (Gujarat Forest Employees Strike) પહોંચ્યા છે. અહીં મોટી સંખ્યામાં વન રક્ષક અને વનપાલ સત્યાગ્રહ છાવણી (satyagrah chhavani gandhinagar) ખાતે ભેગા થયા હતા.
વિવિધ માગણી અહીં રજા, પગાર અને ગ્રેડ પે વધારા જેવી વિવિધ માગને લઈને વનરક્ષક અને વનપાલ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા હતા. તો હવે તેઓ સત્યાગ્રહ છાવણીથી (satyagrah chhavani gandhinagar) અરણ્યભાવ સુધી તેઓ રેલી યોજી વિરોધ કરશે.
કર્મચારીઓ આ માગ સાથે પહોંચ્યા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વન વિભાગના કર્મચારીઓ વિવિધ પોસ્ટર અને બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ તેમણે વનરક્ષકને 2,800 રૂપિયા અને વનપાલને 4,200 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે તેવી માગ (Government Employee protest) કરી હતી. આ સાથે જ તેમણે રજા, પગાર અને અન્ય ભથ્થા આપવાની પણ માગ કરી હતી.