ગુજરાત

gujarat

ETV Bharat / city

ન્યુ ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, એક ગંભીર

નવા ગાંધીનગર વિસ્તારમાં આવેલા અપના અડ્ડા ટી સ્ટોલ પાસે આજે (બુધવાર) વહેલી સવારે અમદાવાદ અને ગાંધીનગરના યુવકોના જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ગાંધીનગર પાસેના રાજેશ્વર ગામમાં રહેતા એક યુવકનું આ ઘટનામાં મોત થયું હતું. જ્યારે સેક્ટર 2 માં રહેતા એક યુવકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઇને ઇન્ફોસિટી પોલીસે તાબડતોડ કાર્યવાહી હાથ ધરી હતી.

ન્યુ ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, એક ગંભીર
ન્યુ ગાંધીનગરમાં અપના અડ્ડા પાસે બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, એક ગંભીર

By

Published : Nov 25, 2020, 1:37 PM IST

  • ગાંધીનગરમાં જૂથ અથડામણ
  • સરગાસણ રોડ પર કેફેમાં થઈ મારામારી
  • એક યુવકનું મોત એક ગંભીર ઇજાગ્રસ્ત


ગાંધીનગરઃ આ ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં શાહપુર સર્કલથી સરગાસણ તરફ જવાના રોડ ઉપર અપના અડ્ડા અને lockdown cafe આવેલું છે. આ બંને વચ્ચેની જગ્યામાં આજે વહેલી સવારે આશરે 4 કલાકના અરસામાં અમદાવાદના 5થી 6 લોકો અને ગાંધીનગરના 5 જેટલા યુવકો ચા પીવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન આ યુવકો વચ્ચે (હજુ સુધી કારણ સામે આવ્યું નથી) બબાલ થઈ હતી. બબાલના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં ધોકા વડે મારામારી જોવા મળી રહી છે. આ સાથે જ અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

વહેલી સવારે અમદાવાદ અને ગાંધીનગરના યુવકોના જૂથ વચ્ચે બબાલ થઈ હતી
આ ઘટનામાં ગાંધીનગર પાસે આવેલા રાદેસણ ગામમાં રહેતા 24 વર્ષીય કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલનું મોત થયું હતું. જ્યારે સેક્ટર 2માં રહેતા અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને શરીરના પાછળના ભાગે ચપ્પાના ઘા મારતાં ગંભીર રીતે ઇજા થતા અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અમદાવાદના યુવકો સાથે યુવતીઓ પણ હતી અને તેને લઈને જ આ બબાલ બની હોય તેવો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.ચોવીસ કલાક ધમધમતા અડ્ડાઓસામાન્ય રીતે રાજ્યના ચાર મોટા નગરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન ચકલું પણ ફરકતું નથી, પરંતુ ગાંધીનગર શહેરમાં 24 કલાક આ પ્રકારના ધમધમતા અડ્ડા સામે કાર્યવાહી કરવી તેવી લોક માગ ઉઠી રહી છે.

મૃતક ગાંધીનગરના જાણીતા વકીલ અજીતસિંહ ગોહિલનો ભત્રીજો

ગાંધીનગરમાં ધારાશાસ્ત્રી તરીકે જાણીતા રાદેસણ ગામના અજીતસિંહ ગોહિલ મોટું નામ ધરાવે છે, ત્યારે આજે વહેલી સવારે જે બબાલ થઈ તેમાં મોતને ભેટનારા કેતનસિંહ ગોહિલ અજીતસિંહ ગોહિલના ભત્રીજા થાય છે. અજીતસિંહ ગોહિલ ગાંધીનગર બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details