મેડિકલ ક્ષેત્રે જોડાયેલ 500 લોકોને અપાશે ટ્રેનિંગ
મહાત્મા મંદિરમાં 100 બેડની પીડિયાટ્રિક હોસ્પિટલ બનશે
સંભવિત ત્રીજી લહેર બાળકોને પણ અસર કરી શકે છે, ત્યારે અત્યારથી તૈયારી શરૂ
મેડિકલ ક્ષેત્રે જોડાયેલ 500 લોકોને અપાશે ટ્રેનિંગ
મહાત્મા મંદિરમાં 100 બેડની પીડિયાટ્રિક હોસ્પિટલ બનશે
સંભવિત ત્રીજી લહેર બાળકોને પણ અસર કરી શકે છે, ત્યારે અત્યારથી તૈયારી શરૂ
ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પીડીયાટ્રીક હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો માટેની આ હોસ્પિટલમાં 20 આઇસીયુ અને 80 ઓક્સિજનના બેડ અવેલેબલ હશે.
બાળકો પર પણ કોરોના ઘાતક સાબિત થઈ શકે છે
આગામી સમયમાં બાળકો પર પણ કોરોના ઘાતક સાબિત થઈ શકે છે. જે જોતા આ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં માટે અત્યારથી જ સ્ટાફને બાળકોને કયા પ્રકારની તકેદારી રાખવી તેને લઈને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
દવાના ડોઝ બાળકોના વજન પ્રમાણે આપવા એ ટ્રેનિંગમાં શીખવવામાં આવશે
પીડીયાટ્રીક હોસ્પિટલમાં icuના બેડ હશે. ત્યારે બાળકોને આઈસીયુમાં કેવા પ્રકારે ટ્રીટમેન્ટ આપવી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમાં પણ બાળકોને તેમના વજન પ્રમાણે દવાના ડોઝ આપવા, સાયકલોજીકલ કઈ રીતે બાળકોને પ્રીપેર કરવા તેમના સગાસંબંધીઓનું કાઉન્સિલિંગ કેવી રીતે કરવું વગેરે તમામ બાબતોની ટ્રેનીંગ અત્યારથી જ આપવામાં આવી રહી છે. આ સાથે બાળકોને પોઝિટિવિટી રાખવા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આ ટ્રેનિંગમાં એક્સપર્ટ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે. દરરોજ જુદી જુદી બેચ પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
સિવિલ સ્ટાફ ઉપરાંત પીએચસી સેન્ટરના સ્ટાફને પણ ટ્રેનિંગ અપાશે
ગાંધીનગર સિવિલના એક્સ્ટેન્શનના ભાગરૂપે જે રીતે પીડીયાટ્રીક હોસ્પિટલ મહાત્મા મંદિર ખાતે બનાવવામાં આવી રહી છે. તેવી રીતે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારે હોસ્પિટલ કોરોનાની ત્રીજીની તૈયારીના ભાગરૂપે ઊભી કરવામાં આવી રહી છે. તેમાં ગ્રામ્ય લેવલે પણ જિલ્લાઓમાં પીએચસી સેન્ટરો સાથે જોડાયેલા સ્ટાફને પણ આ રીતે ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ એક મહિનાથી વધુ સમય સુધી ચાલી શકે છે.