ગુજરાત

gujarat

ETV Bharat / city

Child Vaccination In Gujarat: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, પહેલા જ દિવસે આટલા બાળકોએ લીધી રસી - ચૌધરી હાઈસ્કૂલ ગાંધીનગર

રાજ્યમાં આજથી 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ (Child Vaccination In Gujarat) શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પહેલાં દિવસે જ સાડા પાંચ લાખથી વધુ બાળકોનું રસીકરણ (Corona Vaccination In Gujarat) કરવામાં આવ્યું છે. 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં તમામ બાળકોનું રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે.

Child Vaccination In Gujarat: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, પહેલા જ દિવસે આટલા બાળકોએ લીધી રસી
Child Vaccination In Gujarat: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, પહેલા જ દિવસે આટલા બાળકોએ લીધી રસી

By

Published : Jan 3, 2022, 9:47 PM IST

ગાંધીનગર: કોરોના મહામારીમાં વેક્સિન (Corona Vaccination In Gujarat) જ એક બચવા માટેનો વિકલ્પ છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં તમામ રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ (Child Vaccination In Gujarat)ની જાહેરાત કરી હતી. આજે 3 જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે જ ગુજરાત રાજ્યમાં કુલ 5,34,710 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 35 લાખથી વધુ બાળકોની સંખ્યા (child population in gujarat) છે, ત્યારે આજે પ્રથમ દિવસે જ 5 લાખથી વધુ બાળકોનું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો શુભારંભ

રાજ્ય સરકારનું આયોજન છે કે, 9 જાન્યુઆરી સુધીમાં તમામ બાળકોનું રસીકરણ પૂર્ણ કરી શકાય.

આજે 3 જાન્યુઆરીના રોજ વહેલી સવારે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોબા ખાતેની સરકારી શાળામાં 15 વર્ષથી 18 વર્ષના બાળકોના રસીકરણના કાર્યક્રમ (Child vaccination in schools)ની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું હતું કે, 35.40 લાખ બાળકો રસીકરણને પાત્ર છે, ત્યારે આજથી જ બાળકો માટે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારનું આયોજન છે કે, 9 જાન્યુઆરી સુધીમાં તમામ બાળકોનું રસીકરણ પૂર્ણ કરી શકાય.

આરોગ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાને આપી હાજરી

સમગ્ર દેશમાં આજે 15થી 18 વર્ષના બાળકોની રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યના કેબિનેટ આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ (ahmedabad civil hospital) ખાતે પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણની શરૂઆત કરી હતી અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગાંધીનગરની ચૌધરી હાઈસ્કૂલમાં (chaudhary high school gandhinagar)થી રસીકરણની કામગીરીની સમીક્ષા સાથે શરૂઆત કરી હતી.

આ પણ વાંચો:Vaccination of Children in Kutch: કચ્છમાં 15થી 18 વર્ષના બાળકોમાં રસીકરણ લઈને અનેરો ઉત્સાહ કેમ છે ? જાણો

7 જાન્યુઆરીએ સ્પેશિયલ ડ્રાઇવ

જે બાળકો શાળાએ જઈ શકતા નથી અને શાળાનો અભ્યાસ અડધેથી જ મૂકી દીધો છે તેવા બાળકોને પણ શોધીને તેઓનું પણ રસીકરણ કરવામાં આવશે.

અગાઉ પણ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીના રોજ રાજ્યમાં એક સ્પેશિયલ ડ્રાઇવ (special vaccination drive in gujarat)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફક્ત બાળકોને રસી આપવામાં આવશે અને વધુમાં વધુ બાળકોનું રસીકરણ થાય તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે બાળકો શાળાએ જઈ શકતા નથી અને શાળાનો અભ્યાસ અડધેથી જ મૂકી દીધો છે તેવા બાળકોને પણ શોધીને તેઓનું પણ રસીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો:Corona Vaccination for Children: મોરબીમાં 15 હજાર બાળકોને રસી સુરક્ષાકવચ અભિયાન શરૂ

ABOUT THE AUTHOR

...view details