ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી જાન્યુઆરીએ દેશના 15 થી 18 વર્ષ સુધીના બાળકો માટેના રસીકરણની (Corona Vaccination in Gujarat 2022 )જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ તાત્કાલિક ધોરણે અને ગણતરીના દિવસોમાં જ રાજ્યના 35 લાખથી વધુ બાળકોને રસીકરણ થઈ જાય તે માટેનો એક્શન પ્લાન બનાવ્યો હતો. પરંતુ આજે 1 મહિનાનો સમય પૂર્ણ (Child Vaccination Update in Gujarat ) થયો છે તેમ છતાં પણ રાજ્યમાં હજુ પણ 8 લાખથી વધુ બાળકો કોરોના રસીથી વંચિત છે.
આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે 35 લાખથી વધુ બાળકો
આરોગ્ય વિભાગના આંકડા (Corona Vaccination in Gujarat 2022 ) પ્રમાણે ગુજરાત રાજ્યમાં 15 થી 18 વર્ષ વર્ષની વયના કુલ 35 લાખથી વધુ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ બાળકોનું રસીકરણ થાય તે બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ 8 જાન્યુઆરીના રોજ તમામ બાળકોને રસીકરણ થઈ જાય તેવી ખાસ આયોજન કરાયું હતું પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે હજુ પણ આઠ લાખ જેટલા બાળકો રસીથી વંચિત (Child Vaccination Update in Gujarat ) હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા
● 15 વર્ષ થી 18 વર્ષ સુધી પ્રથમ ડોઝ 27,30,564
● 15 વર્ષ થી 18 વર્ષ સુધી બીજો ડોઝ 2,69,968
● કુલ બાળકોની સંખ્યા : 35.40 લાખ
● રસીકરણ ન થયેલ બાળકોની સંખ્યા : 8,09,436
શાળા કોલેજમાં કર્યા હતાં કેમ્પ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાળકોના રસીકરણમાટે રાજ્યના તમામ જિલ્લાઓની શાળાઓમાં અને કોલેજોમાં ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે બાળકો શાળામાં અથવા તો કોલેજમાં અભ્યાસ નથી કરતાં તેવા બાળકો માટે ઘરે જઈને રસીકરણની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં પણ વ્યક્તિ મળતી માહિતી પ્રમાણે 8 લાખથી વધુ બાળકો હજી પણ કોરોનાની રસીથી વંચિત હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્ય સરકારે 9 જાન્યુઆરી સુધીમાં તમામ બાળકોને રસીકરણ થઈ જશે તેવી મોટી જાહેરાત પણ કરી હતી. પરંતુ એક મહિનો થયો હોવા છતાં પણ હજુ 8 લાખ જેટલા બાળકોને રસીનો (Child Vaccination Update in Gujarat ) પ્રથમ ડોઝ પણ પ્રાપ્ત થયો નથી.
આ પણ વાંચોઃ Child vaccination Gujarat : 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ
રસીકરણનો એક્શન પ્લાન બનાવાયો હતો
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે 28 ડિસેમ્બરના દિવસે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કુલ 35 લાખ જેટલા બાળકો રસીને પાત્ર છે વર્ષ 2004, 2005 અને 2006માં જન્મ લેનારા બાળકો અત્યારે ગણતરી કરવામાં આવી છે, આમ કુલ ૩35 લાખની આસપાસ બાળકો ગુજરાતમાં છે જેઓને 3 જાન્યુઆરીથી કોરોનાની રસી (Child Vaccination Update in Gujarat )આપવાની શરૂઆત કરવામાં આવશે આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ સાથે પરામર્શ કરીને ખાસ આયોજન કરવામાં આવશે જ્યારે આવનારા સમયમાં રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં રસીકરણનો કેમ્પ યોજીને વધુમાં વધુ બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Vaccination of Children in Kutch: કચ્છમાં 15થી 18 વર્ષના બાળકોમાં રસીકરણ લઈને અનેરો ઉત્સાહ કેમ છે ? જાણો
કોઈ પુરાવા નહીં હોય તો શાળાના સર્ટિ ઉપર પણ આપવામાં આવશે રસી
રસી લેતાં સમયે જો બાળક પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નહીં હોય તો શાળાના સર્ટિફિકેટ ઉપર લખી આપવામાં આવેલ મંજૂરીપત્ર ઉપર પણ બાળકને રસી આપવામાં આવશે તેવું નિવેદન પણ રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર રસીકરણમાં બાળકોને પ્રથમ ડોઝ ફક્ત 0.5 એમ.એલ. જ રસી (Child Vaccination Update in Gujarat ) આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને પણ બાળકોનું રસીકરણની પ્રક્રિયા (Corona Vaccination in Gujarat 2022 )હાથ ધરવામાં આવી હતી.