- રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકીમને અપાયું એક્સટેન્શન
- 6 મહિનાનું આપાયું એક્સટેન્શન
- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અપાયું એક્સટેન્શન
ગાંધીનગર : મુખ્ય સચિવ અનિલ મુકીમ 28 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થવાના હતાં, ત્યારે સોમવારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિચારણા કર્યા બાદ તેમને ફરીથી 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે તેમની અવધિ 31 ઓગસ્ટના દિવસે પૂર્ણ થશે.
6 મહિનાનું અપાયુ એક્સટેન્શન
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, જેમાં હવે તેમની આગામી 31 ઓગસ્ટના દિવસે પૂર્ણ થશે. મહત્વની વાત કરવામાં આવે તો અનિલ મુકીમ વિવાદિત અને મહત્વના કામકાજ સાથે જોડાયેલા હોવાના કારણે તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
બજેટ અને કોરોનાની કામગીરી મહત્વની
વર્તમાન સમયની શરૂઆત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે આવનારા થોડા દિવસોમાં જ ગુજરાત રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે અનિલ મૂકીમ આ તમામ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોવાને કારણે તેમને છ મહિના સુધીનું એક્સટેન્શન આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
નિર્વિવાદીત ચહેરો
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે જે. એન. સિંઘ નિવૃત્ત થયા, ત્યારે દિલ્હી ખાતે ફરજ બજાવતા અનિલ મુકીમ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગત એક વર્ષથી ગુજરાતના મુખ્ય સચિવ તરીકેની ફરજ બજાવતા અનિલ મુકીમ હજૂ સુધી કોઈ પણ વિવાદમાં આવ્યા નથી. તેમને નિર્વિવાદ હોવાના કારણે 6 મહિના સુધી વધારાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.