- CM રૂપાણીનો શુભેચ્છા સંદેશ
- સુખ-સમૃદ્ધિ-સ્વાસ્થ્ય-વિકાસના ઓજ તેજ પ્રસરાવીએ
- દિપાવલી પર્વ સંયમ સાથે ઉજવીએ, કોરોનાથી દૂર રહીએ, નિયમોનું પાલન કરીએ
- હારશે કોરોના જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરીએ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુભેચ્છાઓ પાાઠવતા જણાવ્યું છે કે, પર્વો, ઉત્સવો, તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજિક જીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે. આ સાથે વિજય રૂપાણીએ દિપાવલીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતા આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુખાકારી અને વિકાસના ઓજ તેજ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.
કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીએ