- મુખ્યપ્રધાન રૂપાણી હવે ઉત્તર ગુજરાતની મુલાકાતે
- રવિવારે ભાવનગરની મુલાકાતે
- કોર ગ્રુપના વરિષ્ઠ સચિવો પણ જોડાશે
ગાંધીનગર : રાજ્યની કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા અને સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શન માટે પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે. જેમાં શનિવારે પાલનપુર અને રવિવારે ભાવનગરની મુલાકત કરવામાં આવશે.
આ પણ વાંચો : સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પ્રવાસ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ બીપી બર્થ ડે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોર ગ્રુપ શનિવારે તારીખ 15 મે 2021ના રોજ સવારે પાલનપુરની અને રવિવારે 16મી મેએ સવારે ભાવનગરની મુલાકાત લેવાના છે અને આ મુલાકાત અંર્તગત શનિવારે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બનાસકાંઠા જિલ્લાની તેમજ તારીખ 16મી મે રવિવારે સવારે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ભાવનગર શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનું આકલન કરશે. આ બન્ને જિલ્લાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.