રિલાયન્સની જાહેરાતને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ( Chief minister vijay Rupani) આવકારી
રિલાયન્સની જાહેરાતથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ પાર મહત્વનું સ્થાન ધરાવતું રાજ્ય બનશે
જામનગરમાં સ્થાપવામાં આવશે પ્રોજેક્ટ
ગાંધીનગર : દેશની અગ્રણી ખાનગી કંપની રિલાયન્સ દ્વારા જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, અનેક એકરમાં આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે રિલાયન્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ( Chief minister vijay Rupani) આવકારી છે.
ગ્રીન એનર્જી ગુજરાતનું સ્થાન અગ્રણી બનશે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ( Chief minister vijay Rupani) વધુમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારવામાં આવે છે. રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ પર મહત્વનું સ્થાન ધરાવતું રાજ્ય બનશે- રાજ્યના આર્થિક વિકાસને બળ મળશે.
રોજગારીની તક વધશે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ( Chief minister vijay Rupani) જણાવ્યું હતું કે, આ પ્રકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ ઉપર મહત્વપૂર્ણ રાજ્ય બની રહેશે. આનાથી રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને બળ મળશે તથા રોજગારીની નવી તકો નિર્માણ પામશે.
60 હજાર કરોડનું રોકાણ
હરિત ઉર્જા- ગ્રીન એનર્જી અને પુનઃપ્રાપ્ય ઉર્જા- રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધે એ સમયની માગ છે. ત્યારે રિલાયન્સ દ્વારા આ ક્ષેત્રે રૂપિયા 60 હજાર કરોડના રોકાણથી થનારા વિવિધ પ્રોજેક્ટ ગુજરાતની પર્યાવરણ વૃદ્ધિ સાથે ઔદ્યોગિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે.