ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ નવા વર્ષની પરંપરા જાળવી, પત્ની સાથે પંચદેવ ભગવાનના આશીર્વાદ લીધા

ગુજરાતમાં વિક્રમ સંવત 2077 નવા સૂર્યનો ઉદય થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ગાંધીનગર શહેરમાં આવેલા પંચદેવ મંદિરના દર્શન કરીને નવા વર્ષના નવા કાર્યોનો આરંભ કરતા હોય છે. હાલ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મિલન સમારોહ રદ કરવામાં આવ્યો છે. પરંતુ વિજય રૂપાણીએ સેક્ટર 22 પંચદેવ મંદિરની પરંપરા જાળવી રાખી હતી. મુખ્યપ્રધાને પત્ની અંજલીબેન સાથે ભગવાનના આશીર્વાદ લીધા હતા અને સમગ્ર દુનિયા કોરોના કાળમાંથી ઝડપથી છુટકારો મેળવે તેવી પ્રાર્થના કરી હતી.

Chief Minister vijay Rupani
Chief Minister vijay Rupani

By

Published : Nov 16, 2020, 10:12 AM IST

Updated : Nov 16, 2020, 10:28 AM IST

  • આજે ગુજરાતીઓનું નવું વર્ષ
  • મુખ્યપ્રધાન રૂપાણીએ નવા વર્ષ નિમિતે પંચદેવ મંદિરના દર્શન કર્યા
  • આ વર્ષે સ્નેહમિલન સમારોહ રદ


ગાંધીનગરઃ રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં નવા વર્ષે સેક્ટર 22થી પંચદેવ ભગવાનના દર્શન કરવામાં આવતા હતા. ત્યારબાદ સ્નેહમિલન સમારોહ રાજભવનમાં યોજાતો હતો અને ત્યાર પછી અમદાવાદમાં આવેલા ભદ્રકાળી માતાના મંદિરના દર્શનાર્થે જતા હતા.

રાજભવનમાં યોજાતો સ્નેહમિલન સમારોહ રદ

ચાલુ વર્ષે કોરોના વાઇરસના કારણે મોટાભાગના મેળાવડાઓ અને વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ જ કારણોસર રાજભવનમાં સ્નેહમિલન સમારોહ પણ મુખ્યપ્રધાને રદ કર્યો છે. પરંતુ પત્ની અંજલીબેન સાથે શહેરના પંચદેવ મંદિરે પૂજા કરવાની પરંપરા જાળવી રાખી હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ નવા વર્ષની પરંપરા જાળવી

તહેવારોમાં આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે નાગરિકો ભીડ એકઠી ના કરે અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહે, રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના કારણે સંપૂર્ણ સજ્જ છે અને સંક્રમણ ઉપર કાબૂ મેળવી શકાય તે માટે તબીબી કર્મીઓને ખડે પગે રાખવામાં આવ્યા છે.

વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે પંચદેવ મંદિરના દર્શન કર્યા

મેયર રીટા પટેલ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા

રૂપાણીએ ભગવાન પંચદેવની પૂજા કરી સુખ-સમૃદ્ધિથી ભરપુર અને રાજ્યની વિકાસયાત્રા આગળ વધે પ્રાર્થના કરી હતી. આ સમયે ગાંધીનગરના મેયર રીટા પટેલ, પૂર્વ ચેરમેન આશિષ દવે, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ સહિતના કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા.

Last Updated : Nov 16, 2020, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details