ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ - corona vaccination

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ, નાગરિકોને વેક્સિન લેવા માટે અનુરોધ કર્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ

By

Published : Apr 21, 2021, 7:13 PM IST

  • સવારના સમયે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી
  • 18 વર્ષથી ઉપરના માટે વેક્સિનનું આયોજન કરાયું

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વેક્સિનનો પ્રથમ ડોઝ ગાંધીનગર સરકારી હોસ્પિટલ ખાતે લીધી હતો. સેક્ટર 8 સરકારી હોસ્પિટલ ખાતે સવારે 10:30 કલાકે પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ સૌ પહેલા આધારકાર્ડથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ તેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને થોડી મિનિટ રેસ્ટ કર્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે વેક્સિન શસ્ત્ર છે, જે આપણને મળ્યું છે. ત્યારે હાલ રાજ્યમાં 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે ચાલી રહેલા વેક્સિનેશન અને આગામી 1 એપ્રિલથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાનોને વેક્સિન અપાશે. જે માટે યુવાનોને અને નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ

આ પણ વાંચોઃવડોદરાના ટોચના અધિકારીઓએ કોરાના વેક્સિન લીધી

1 એપ્રિલ થી 18 વર્ષના યુવાનોને વેકસીન અપાસે જે માટે રાજ્ય સરકારે આયોજન કરી દીધું છે

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, 18 વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરુ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. એટલે યુવાઓ પણ વેક્સિન લે એ અત્યંત જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું. જેમને વેક્સિન લીધી છે, તેમને કોરોનાની અસર ઓછી થઇ છે. બીજી લહેરને જોતા વેક્સિન સલામત છે. મને પણ કોરોના થયો હતો, ડોક્ટરની સલાહ મુજબ કોરોના થયા બાદ વેક્સિન લઈ લેવી જોઈએ.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ

આ પણ વાંચોઃકેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લીધી

કોરોના દર્દીઓ માટે નવા 8,000 બેડ વધારાશે, જીએમડીસીમાં 900 બેડની હોસ્પિટલ 22 તારીખે શરૂ થશે

કોરોના દર્દીઓને વધારે સુવિધા મળી રહે તે માટે નવા 8,000 બેડ આગામી સમયમાં વધારાશે તેવું મુખ્યપ્રધાને જણાવ્યું હતું. આ ઉપરાંત 22 એપ્રિલથી જીએમડીસી ખાતે 900 બેડની હોસ્પિટલ પણ શરૂ થઈ જશે. સિવિલમાં અત્યારે 3,000 દર્દી સારવાર લઇ રહ્યા છે. આ પ્રકારની કટોકટીમાં ઇન્જેક્શનો હોસ્પિટલ્સમાં અપાઈ રહ્યા છે. પરંતુ વધુ જથ્થો આવશે, ત્યારે વધારે લોકો સુધી પહોંચાડવામાં આવશે. 15 માર્ચે 41,000 બેડ હતા. પરંતુ અત્યારે 80 હજાર બેડ કરાયા છે. એક જ મહિનામાં આટલા બેડની સંખ્યા વધારાઈ છે.

ABOUT THE AUTHOR

...view details