- 21 જુલાઈ જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આપશે હાજરી
- 21 જુલાઈ બપોર બાદ દ્વારકાની મુલાકાત
- દ્વારકામાં સિગ્નેચર બ્રિજ, વેકસીનેશન કામગીરી બાબતે થશે ચર્ચા
ગાંધીનગર:રાજ્ય સરકારની કામગીરી અને ભવિષ્યના આયોજનનો લઇને બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (vijay rupani) ની અધ્યક્ષતામાં મળતી કેબિનેટ બેઠક બકરી ઈદની જાહેર રજાના કારણે રદ્દ કરાઈ છે, ત્યારે 21 જુલાઈ અને 22 જુલાઈ બે દિવસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના પ્રવાસે જશે.
54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવશે
CM વિજય રૂપાણીના હસ્તે 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવશે. જેમાં કુલ 30,000 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વિવિધ ડીગ્રી મેળવશે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (bhupendrasinh chudasama) પણ પદવીદાન સમારોહમાં સહભાગી થશે. 2015માં સ્થપાયેલી આ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાની 162 જેટલી કોલેજીસનો સમાવેશ કરવામાં આવેલો છે.