- મુખ્યપ્રધાન દ્વારા સુરતમાં વર્ચ્યુઅલ રીતે એમેઝોન ડિજીટલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
- MSME ઉદ્યોગોને ચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે
- ડિજિટલ કેન્દ્ર દ્વારા MSME ઉદ્યોગોના નિયોજકોને ઓનલાઈન ટ્રેડિંગ માટે ટ્રેનિંગ
ગાંધીનગર :રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani ) એ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટર( Amazon Digital Center )નું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટર ( Amazon Facilities Center )કાર્યરત થવાથી રાજ્યના MSME ઉદ્યોગોને પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. સુરતમાં 41,000 કરતાં વધારે MSME યુનિટ કાર્યરત છે. સુરતમાં એમેઝોન ફેસિલિટિઝ સેન્ટરનો લાભ પ્રાપ્ત થતાં રાજ્યભરના MSME ને પોતાના ચીજ વસ્તુઓના વેચાણ માટે ગ્લોબલ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.
સુરતથી પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ
પ્રથમ ડિજિટલ સેન્ટરનો સુરતમાં પ્રારંભ થવાથી ‘ગુજરાત ફર્સ્ટ’ ની પરંપરાની યશભાગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું હોવાનું મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં સુરત મિની ઈન્ડિયા તરીકે ઓળખ ધરાવે છે. દેશના વિવિધ રાજ્યના લોકો ડાયમંડ, ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગમાં રોજગારી માટે સુરતમાં વસેલા છે. સુરતમાં ગ્લોબલ ટ્રેડ કોમર્સ લીડર એમેઝોનના ડિજિટલ ટ્રેનિંગ સેન્ટર ( Amazon's Digital Training Center )નો પ્રારંભ થવાથી નાના, મધ્યમ કદના ઉદ્યોગોને લાભ થશે. નિયોજકો-ઉદ્યોગકારોને એમેઝોન જેવી વૈશ્વિક કંપનીનો સહયોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળશે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર 38 દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરાયો
ગુજરાતના નાના વેપારીઓ અને આદિવાસી સમાજને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે