વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી છે,
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. દિવાળીની શુભકામના આપતા જણાવ્યું કે, આ પર્વો, ઉત્સવો, તહેવારો ઉમંગ ઉલ્લાસ સાથો સાથ નવી તાજગી, નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે. તેમાં પણ દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પર્વ છે. મુખ્યપ્રધાને તેમના પ્રધાનમંડળ તરફથી ગુજરાતના તમામ નાગરિકોને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાતીઓ માટે તો દિપાવલીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ પણ છે. અંતરમનના તિમીરને દૂર કરી સુખ, સમૃધ્ધિ અને વિકાસના ઓજ-તેજ પ્રત્યેક ગુજરાતીના જીવનમાં પ્રગટે તેવી મારી શુભકામના છે. 'સૌના સાથ સૌના વિકાસ'ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ, વંચિત, અને છેવાડાના માનવી સહિત સમસ્ત સમાજના વિકાસ માટે સાથે મળી પ્રતિબધ્ધ બનીએ તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. જન જનમાં વિકાસના વિશ્વાસની દિપશિખા પ્રગટાવીને માં ભારતીને વિશ્વગુરૂ બનાવવામાં તન, મન અને ધનથી સંપૂર્ણ સહયોગ કરીએ તે જ આપણા સૌનો નૂતન વર્ષનો સહિયારો સંકલ્પ હોવો જોઈએ.