- અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
- રાજ્યમાં આક્રમણ ટેસ્ટિંગ માટે સરકારના પ્રયાસો
- CM રૂપાણીએ ધન્વંતરિ રથનું કરાવ્યું લોકાર્પણ
અમદાવાદ:ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે, નવા કેસો વધવાની સાથે મોતનો આંકડો પર દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોતના આંકડા અને સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલ મુજબ થઇ રહેલા અંતિમ સંસ્કારના આંકડાઓમાં ભારે વિસંગતતાઓ જોવા મળી રહી છે. એવા સમયે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં, વિજય રૂપાણી અમદાવાદના 20 નવા ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ વેળાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોનાના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર આપી મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો એક હેતુ છે.
આ પણ વાંચો:ગાંધીનગરને એક જ દિવસમાં રૂપિયા 395 કરોડના વિકાસ કામોની ભેટ
મુખ્યપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી
કોરોનાના દર્દીઓને સંક્રમણ થતાંની સાથે જ સારવાર શરૂ કરી શકાય તે માટે સરકારે લીધેલા પગલા પૈકી આજે પ્રસ્થાન કરાયેલા ધન્વંતરિ આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની સારવાર અને આરોગ્ય સુખાકારીમા ઉમેરો કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. આરોગ્ય રથ પ્રસ્થાન બાદ મુખ્યપ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા, સમયે રાજ્ય સરકાર આરોગ્ય સુવિધાઓને વધારવા અને સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત સરકારે છેલ્લા અઠવાડિયાના 8 દિવસોમાં રાજ્યમાં 15000 બેડ 3100 ઇન્ટેન્સિવ કેર યુનિટ, 6700 ઓક્સિજન સાથેના બેડ અને 965 વેન્ટિલેટર ઉમેર્યા છે.