ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂ થશે, સીએમ રૂપાણીએ કરી જાહેરાત - સીએમ રૂપાણી

સમગ્ર વિશ્વમાં કોરોના આતંક મચાવ્યો છે ભારત દેશમાં પણ કરોડો કેસ નોંધાયા છે, ત્યારે 16 જાન્યુઆરીથી દેશમાં કોરોનાનું રસીકરણ શરૂ થવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં 16 જાન્યુઆરીથી જ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનેશન આપવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂ થશે, સીએમ રૂપાણીએ કરી જાહેરાત
રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂ થશે, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

By

Published : Jan 9, 2021, 8:01 PM IST

  • રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ
  • કેન્દ્ર સરકારની જાહેરાત બાદ સીએમ રૂપાણીએ કરી જાહેરાત
  • ટ્વીટ કરી આપી માહિતી
  • રાજ્યમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને આપવામાં આવશે વેક્સિન

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોના આતંક મચાવ્યો છે ભારત દેશમાં પણ કરોડો કેસ નોંધાયા છે, ત્યારે 16 જાન્યુઆરીથી દેશમાં કોરોનાનું રસીકરણ શરૂ થવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં 16 જાન્યુઆરીથી જ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનેશન આપવાની જાહેરાત કરી છે.

16 જાન્યુઆરીથી વેકસીનેશન શરૂ

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, 16 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં કોરોના ફ્રન્ટલાઈન એટલે કે સરકારી અને ખાનગી મેડિકલ-પેરામેડિકલના કર્મચારીઓને પ્રથમ અગ્રતા આપીને વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કરી છે.

રાજ્યમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂ થશે, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

રાજ્યમાં 6.3 લાખ ફ્રન્ટલાઈન કોરોન વોરિયર્સ

કેન્દ્ર સરકારની સૂચન પ્રમાણે રાજ્ય સરકારે હેલ્થ વર્કરની માહિતી તૈયાર કરી છે, જેમાં 28 ડિસેમ્બર 2020 પ્રમાણે રાજ્યમાં કુલ 4.31 લાખ હેલ્થ વર્કરની માહિતી તૈયાર કરવામાં આવી છે, જ્યારે 6.3 લાખ કન્ટેનર વર્કરોની માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત 50 વર્ષથી વધુ વયની 1.3 કરોડ વ્યક્તિઓની વિગતો એકત્ર કરવામાં આવી છે, જ્યારે અન્ય બીમારી ધરાવતી વ્યક્તિઓ કે જેની વય 50 વર્ષથી ઓછી છે એવી 2.68 લાખ વ્યક્તિઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી છે.

કોલ્ડ ચેન પણ તૈયાર

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 4 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે, ગુજરાત કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. ટૂંક સમયમાં જ વેક્સિન આવાની છે, ત્યારે રાજ્ય સરકારે પણ રસીકરણ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જ્યારે ગુજરાતમાં રસીકરણની સંપૂર્ણ તૈયારીઓમાં મહત્વ એવી કોલ્ડ ચેનની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે, અમે રાજ્યમાં કોરોના વેક્સિનેશનના સ્ટોરેજ માટે 6 વેકસીન સ્ટોર જિલ્લા અને કોર્પોરેશન કક્ષા 41 સ્ટોલ તથા 2189 કોલ્ડ ચેન તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details