- રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
- CM વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
- વિજયભાઈએ અભયભાઈને પોતાના પરમ મિત્ર ગણાવ્યા
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ગુજરાતને મોટી ખોટ પડી છેઃ CM રૂપાણી
મુખ્યપ્રધાને સ્વ.અભયભાઇના અવસાનથી શોકમગ્ન સંવેદના સાથે તેમને ભાવાંજલિ આપતા શોક સંદેશમાં જણાવ્યું છે કે, પોતાના પરમ મિત્ર, અદના સાથી, સહકાર્યકર્તા અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઇના અવસાનથી ભાજપા અને વ્યકિતગત રીતે તેમને પોતાને અને ગુજરાતને મોટી ખોટ પડી છે. અભયભાઇ ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને તેઓ લડાયક નેતૃત્વ કરવા સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે તેમનું કમિટમેન્ટ-પ્રતિબદ્ધતા હતી.