ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદીની વીડિયો કોન્ફરન્સ યોજાઇ, મુખ્યપ્રધાન રૂપાણીએ ફક્ત સારુ જ દર્શાવ્યું - કોરોના અપડેટ ગાંધીનગર

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જ્યારે હવે સમગ્ર દેશમાં ભારત સંક્રમણની દ્રષ્ટીએ પ્રથમ ક્રમાંક પર આવે છે ત્યારે દેશમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવા અને સંક્રમણ રોકવા 23 એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં દેશના તમામ રાજ્યના મુખ્યપ્રધાનો વીડિયો કોન્ફરસન્સથી જોડાયા હતા.

તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: રૂપાણી
તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: રૂપાણી
author img

By

Published : Apr 23, 2021, 4:48 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો સંવાદ
  • તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે: રૂપાણી
  • ઓક્સિજન મુદ્દે કરાઇ ચર્ચા

ગાંધીનગર:ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ ગુજરાત વિષે સારૂં-સારૂં જણાવ્યું હતું, પરંતુ 24 કલાક સળગતા સ્મશાન, હોસ્પિટલમાં 108ની લાંબી લાઇનો અને લોકોને પડતી અગવડ અને સારવારના મળતા મૃત્યુ થયા હોવા બાબતે કંઇ જ કહ્યુ ન હોય તેવું લાગી રહ્યું છે.

in article image
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો સંવાદ

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના દર્દીઓના હાલચાલ પૂછ્યા

તમામ સંગઠનો હવે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે: વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. તેમણે કહ્યું હતું કે, કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત નિશ્ચિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો સંવાદ

રાજ્યમાં કોરોનાકાળમાં બેડ બાબતે આપી માહિતી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 15મી માર્ચે રાજ્યમાં 42,000 બેડ હતા. તેની સામે હાલ રાજ્યમાં 90,000 બેડ ઉપલબ્ધ છે. 1,800થી વધુ કોવિડ હોસ્પિટલોમાં 11,500 ICU બેડ અને 51,000 હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને 50,000ની સામે 1.75 લાખ કરવામાં આવ્યા છે. જેમાં 70,000 જેટલા RT-PCR ટેસ્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:લોકડાઉન મુદ્દે CM રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજી બેઠક, 17 મે પછી છૂટછાટ મુદ્દે કરાઈ ચર્ચા

સામાજિક-ધાર્મિક સંસ્થાઓ આવી આગળ

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં BAPS દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જ્યારે રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતોવખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. 22 એપ્રિલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેનાથી કોરોના દર્દીઓમાં વાઈરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે.

ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કર્યું કેન્દ્રીત

કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાનું નિવેદન મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં આપ્યું છે. ઉપરાંત હાલ ગુજરાતના શહેરોમાં કુલ 30,000 જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં 20,000 મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે. હાલ રાજ્યમાં મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશનથી સારવાર આપવાના પ્રયત્નો પણ યથાવત્ છે. જેમાં ગયા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની રથ તથા ટેલિમેડીસીનના માધ્યમથી આવશ્યક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જ્યારે ફક્ત અમદાવાદમાં જ 1,200થી વધારે સંજીવની રથ લોકોની સેવામાં છે. જે વરદાન રૂપ સાબિત થયા છે.

ઓક્સિજન મુદ્દે કરાઇ ચર્ચા

મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે વિતરણ પ્રણાલીને મજબૂત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ પણ ખુબ વધી છે. તેને પહોંચી વળવા માટે પર પ્રયત્નો થઇ રહ્યા છે. રાજ્યમાં પૂરતા વેક્સિનેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના ચુસ્ત પાલનથી આવનારા દિવસોમાં ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે. તેઓ મુખ્યપ્રધાન રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details