ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું કર્યું નિરીક્ષણ - જગન્નાથ મંદિર અમદાવાદ

આજે ભગવાન જગન્નાથની (Jagannath Rath yatra 2022) 145ની રથયાત્રા નીકળી છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન નિવાસસ્થાને પહોંચીને રથયાત્રાઓનું નિરીક્ષણ સીએમ ડેશબોર્ડની (CM Dashboard) વીડિયો વોલ પરથી મોનિટરિંગ નિહાળ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું કર્યું નિરીક્ષણ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

By

Published : Jul 1, 2022, 5:43 PM IST

ગાંધીનગર : રાજયમાં અનેક જગ્યાએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) સીએમ ડેસ્ક બોર્ડના માધ્યમથી રાજયમાં અમદાવાદ સહિત તમામ રથયાત્રાનું સર્વેલન્સ કર્યું હતું. અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સીએમ ડેશબોર્ડ (CM Dashboard) પરથી નિહાળ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:Jagannath Rathyatra 2022: જૂઓ, રથયાત્રાનો આકાશી નજારો

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રથયાત્રાની સુરક્ષા નિહાળી : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યાર બાદ મુખ્યપ્રધાન નિવાસ સ્થાને પહોચીને સી.એમ. ડેશબોર્ડની વીડિયો વોલ પર આ યાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ નિહાળ્યું હતું, ભુપેન્દ્ર પટેલે આ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલિસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝિણવટપૂર્વક નિહાળી હતી.

ડ્રોન નિરીક્ષણ :આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા 65 મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે, તે પણ મુખ્યમંત્રીશ્રીએ ઊંડાણપૂર્વક જોયો હતો, હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી, ગુજરાત પોલિસના જે જવાનો કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તૈનાત છે તેમને પણ પહેલીવાર 2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે તેની ગતિવિધિઓ પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નિહાળી હતી.

100 પોઈન્ટ પર સીસીટીવી ગોઠવ્યા :અમદાવાદ શહેર પોલિસ અને મહાનગરપાલિકા બેય દ્વારા 100થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળપળની નિગરાની કરવામાં આવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પાસેથી આ વેળાએ જાણી હતી, આ વર્ષની રથયાત્રામાં અખાડા-ભજન મંડળીઓ તથા ટ્રક અને યાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જી.પી.એસ. સિસ્ટમથી થઇ રહ્યું છે તે પણ ડેશબોર્ડની વિડિયો વોલ પર જોયુ હતું. સમગ્ર યાત્રાનું 46 ફિક્સ્ડ લોકેશન સહિત અન્ય મુવિંગ, વિહિકલ માઉન્ટેડ કેમેરા અને હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરાથી જે સતત મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Rathyatra in Modasa : મોડાસામાં રંગેચંગે યોજાઇ 40મી જગન્નાથ રથયાત્રા, કેવા મનોરમ્ય દ્રશ્યો સર્જાયાં જૂઓ

રથયાત્રામાં ટેકનોલોજીનોં ઉપયોગ :રથયાત્રાના માર્ગમાં આવતા ધાબા પોઇન્ટ, વ્યુહાત્મક પોલિસ પોઇન્ટ અને બંદોબસ્તમાં જોડાયેલા કર્મિઓ-અધિકારીઓને મોબાઇલ વોટ્સએપથી જોડીને યાત્રા દરમિયાન કોમ્યુનિકેશન સુદ્રઢ અને સરળ બનાવાયું છે તેમજ વી.એચ.એફ. વોકિ ટોકીથી 16 ચેનલ પર સંદેશા વ્યવહાર પદ્ધતિ આ વર્ષે ગોઠવવામાં આવી છે તેની વિગતો જાણી હતી, સીએમ ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ, ભક્તો, સંતો માટે ભોજન-પ્રસાદ, પાણી, પ્રાથમિક સારવાર વગેરેની જે સુવિધા કરવામાં આવી છે તે અંગેની વિગતો જાણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details