- ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઇવેન્ટ યોજાઈ
- યુથ પાર્લામેન્ટથી યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની પ્રતિબદ્ધતા: CM ભૂપેન્દ્ર પટેલ
- સી.આર. પાટિલ, જ્ઞાનવત્સલસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર: ગાંધીનગરના ઉવારસદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટી (karnavati university uvarsad gandhinagar) ખાતે આજે યુથ પાર્લામેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યનામુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(cm bhupendra patel in youth parliament of india 2021) પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વે (azadi ka amrut mahotsav) આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા છે.
યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્ણાવતી યુનિવર્સિટી (cm bhupendra patel in karnavati university) ખાતે આયોજીત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021’ (youth parliament of india 2021)ના શુભારંભ અવસરે કહ્યું કે, યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક લઇને આવી છે. યુવાનોએ રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં પાછા પડવાનું નથી. યુવાન ઉર્જાવાન હશે તો બીજાને પ્રભાવિત કરી શકશે. યુથ પાર્લામેન્ટનો ઉદેશ્ય દેશની યુવા પેઢીને કાયદા નિર્માણની લોકતાંત્રિક પ્રક્રિયાથી પરિચિત કરવાનો છે. યુથ પાર્લામેન્ટમાં મનોમંથન અને સંવાદ દ્વારા યુવાનોને જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ યુવાશક્તિના જાગરણથી ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ એક અગત્યનું પરિબળ બનશે.
PM મોદીના કાર્યકાળમાં સંસદ કાર્યદક્ષતા સાથે કાર્યરત બની
CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની સંસદીય પ્રણાલી (parliamentary system of india) નવા આયામો પામી છે. તેમના કાર્યકાળમાં દેશની સંસદ સૌથી વધુ કાર્યદક્ષતા સાથે કાર્યરત (parliament functioning and efficiency in india) બની છે. અનેક લેન્ડમાર્ક કાયદાઓ બન્યા અને સેકડો જૂના-પુરાણા કાયદાઓ રદ પણ થયા છે. મુખ્યપ્રધાનશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતંત્રને ભારતનો આત્મા કહ્યો છે. આ પૃથ્વી પર લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થાઓ (democratic state system of india) સૌ પહેલા ભારતમાં અસ્તિત્વમાં આવી હતી. તુર્કો, અફઘાનો, આરબો, મુઘલ શાસકો અને ત્યારબાદ યુરોપિયન શાસકોની ગુલામીના લાંબા કાળખંડ બાદ ભારતે ફરીથી લોકતાંત્રિક શાસન વ્યવસ્થા કાયમ કરી છે.
PM મોદીના નેતૃત્વના કારણે લોકશાહીમાં વિશ્વાસનું વાતાવરણ જાગ્યું