- 1,500 કિલો બગડેલા બટાકાનો માવો નાશ કરાયો
- રાજ્યમાં ચાલી રહેલી ડ્રાઇવમાં 636 નમૂના લેવાયા
- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરાઈ તપાસ
ગાંધીનગર: ખાસ કરીને ચટાકેદાર પાણીપુરી ખાવાના શોખીન લોકો ઘણા છે, ત્યારે આ લોકોને પાણીપુરી (pani puri) ખાતા પહેલા ચેતવાની જરૂર છે. કેમ કે પાણીપુરીનું પાણી અને જે બટાકા (potato) નો મસાલો તૈયાર થાય છે તેમાં બટાકા અને ચટણી અને પાણી ખરાબ, વાસી જોવા મળ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલી રહેલી ડ્રાઇવમાં આ સામે આવ્યું છે. આ ઉપરાંત નમૂનાઓ પણ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જેમાં પરીક્ષણ (test) કર્યા બાદ તેની ગુણવત્તા (quality) નો ખ્યાલ આવી શકે છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના રવિયાણા ગામે યુવકે બનાવ્યું પાણીપુરીનું ATM
પાણીપુરી વેચતા ફેરિયાઓ, દુકાનદારોની તપાસ માટે રાજ્યવ્યાપી ડ્રાઇવમાં 636 નમૂના લેવાયા
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (food and drug administration regulation) દ્વારા ચાલી રહેલી ડ્રાઇવમાં અત્યાર સુધીમાં રાજ્યમાં પાણીપુરી વેચતા ફેરિયાઓ, દુકાનદારોની તપાસ માટે રાજ્યવ્યાપી ડ્રાઇવમાં 636 નમૂના લેવાયા છે. પરંતુ પ્રાથમિક તપાસમાં જ 1,500 કિલો બટાકાનો માવો, 1335 લિટર પાણી પુરીનું પાણી, ચટણી વગેરેનો નાશ કરાયો છે. પ્રાથમિક તપાસમાં લારી, દુકાનોમાં જોવા મળેલી અને વેચાતી પાણી પૂરીનો મસાલો, પાણી વાસી જોવા મળ્યા હતા. પુરા રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાણીપુરીની લારીઓ પર તવાઈ આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં પાણીપુરીના યુનિટ પર સરપ્રાઈઝ ચેકીંગ, અખાદ્ય બટેકાનો નાશ કર્યો
રાજ્યમાં 4,000 ફેરિયાઓ, દુકાનદારોની તપાસ કરાઈ
પાણીપુરી ખાનારા લોકોની સંખ્યા વધુ છે, ત્યારે આ ચટાકેદાર પાણીપુરીના સ્વાદને જોઈ આપણે પૂરતી તપાસ કર્યા વિના તેની લિજ્જત માણીએ છે તેનું પરીક્ષણ પણ કરવું જરૂરી છે. શહેર, ગામ, નગર વગેરે જગ્યાએ પાણીપુરી વેચતા ફેરિયાઓ, દુકાનદારોની સંખ્યા જોવા જઈએ તો રાજ્યમાં આ સંખ્યા 4,000 જેટલી છે.
આ ફેરિયાઓ, દુકાનદારોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કુલ રૂપિયા 90 હજારથી વધુ બગડેલા બટાકા, પાણીપુરીનું પાણી, ચટણી વગેરેનો નાશ કરાયો છે.